Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WhatsAppમાં આવી રહ્યું છે આ જબરદસ્ત ફીચર, જાણો વિગત

WhatsApp સતત અપડેટ થઈ રહ્યું છે. થોડા થોડા દિવસોમાં અવનવા ફીચર અપડેટ થઈ રહ્યા છે ત્યારે  મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp હવે એક મોટી સુવિધા પર કામ કરી રહી છે. WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના પછી તમે વિડીયો કૉલ દરમિયાન પણ તમારો ચહેરો નહીં બતાવી શકો. નવા ફીચરના આવ્યા પછી તમે વોટ્સએપ વિડીયો કોલમાં તમારી જગ્યાએ તમારા પોતાના અવતારનો ઉપયોગ કરી શકશો. ગ્રુપમાંથી લેફ્ટ
whatsappમાં આવી રહ્યું છે આ જબરદસ્ત ફીચર  જાણો વિગત

WhatsApp સતત અપડેટ થઈ રહ્યું છે. થોડા થોડા દિવસોમાં અવનવા ફીચર અપડેટ થઈ રહ્યા છે ત્યારે  મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp હવે એક મોટી સુવિધા પર કામ કરી રહી છે. WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના પછી તમે વિડીયો કૉલ દરમિયાન પણ તમારો ચહેરો નહીં બતાવી શકો. નવા ફીચરના આવ્યા પછી તમે વોટ્સએપ વિડીયો કોલમાં તમારી જગ્યાએ તમારા પોતાના અવતારનો ઉપયોગ કરી શકશો.

Advertisement

ગ્રુપમાંથી લેફ્ટ થયાની નોટિફિકેશન નહીં મળે 
Apple પાસે મેમોજી છે અને તે જ રીતે  WhatsApp અવતાર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા અપડેટ સાથે, તમે વિડીયો કૉલ દરમિયાન કોઈપણ સમયે તમારો અવતાર બદલી શકશો. WhatsApp તેના iOS માટે અન્ય ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી iPhone યુઝર્સ ગુપ્ત રીતે ગ્રુપ છોડી શકશે. હાલમાં, બધા સભ્યોને ગ્રુપ છોડવા અંગેની નોટિફિકેશન મળે છે, જે નવી અપડેટ પછી નહીં મળે. કોઈને પન જાણ થયા વગર ગ્રુપમાંથી લેફ્ટ થઈ શકશો. 
વોટ્સએપના ફીચરને ટ્રેક કરતી WABetaInfoએ વોટ્સએપના નવા ફીચર વિશે માહિતી આપી છે. નવા અપડેટ બાદ યુઝરને વિડીયો કોલ દરમિયાન અવતાર પર સ્વિચ કરવાનો વિકલ્પ જોવા મળશે. અવતાર બનાવવા માટે અવતાર એડિટર પણ ઉપલબ્ધ હશે. WABetaInfo એ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર નવા ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે બીટા યુઝર છો, તો તમે આ સુવિધાનો અનુભવ કરી શકો છો.
વોટ્સએપ અન્ય નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી તમે ગ્રુપ કોલમાં પણ મેમ્બરને મ્યૂટ કરી શકશો. આનો ફાયદો એ છે કે જો કોઈ ગ્રુપ કોલ દરમિયાન પોતાનું માઈક બંધ કરવાનું ભૂલી જાય તો એડમિન મેમ્બરને મ્યૂટ કરી શકશે. ઝૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવી વિડીયો કોલિંગ એપમાં આવી સુવિધાઓ પહેલેથી જ છે.
Advertisement
Tags :
Advertisement

.