Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ વખતે કોંગ્રેસની ખામ સામે ભાજપની PODA થીયરી સફળ

ભાજપનીનો રિપીટ થિયરી થઈ સફળ60 સીટિંગ ધારાસભ્યોમાંથી 53 જીત્યાકોંગ્રેસની ખામ સામે ભાજપની PODA થિયરીપટેલ,OBC,દલિત અને આદિવાસી ગઠબંધન સફળગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં કોંગ્રેસની ખામ થીયરી સામે ભાજપની PODA થિયરીએ જાદુ કર્યો છે. ભાજપે પાટીદારોની 61માંથી 55 બેઠક જીતી છે. બીજી તરફ ભાજપની નો રિપીટ થીયરી પણ સફળ થઇ છે. આવો જાણીએ ભાજપની જીતના મહત્વના કારણો.ભાજપે PODA થીયરી અપનાવી વિધાનસભાની
04:59 AM Dec 09, 2022 IST | Vipul Pandya
  • ભાજપનીનો રિપીટ થિયરી થઈ સફળ
  • 60 સીટિંગ ધારાસભ્યોમાંથી 53 જીત્યા
  • કોંગ્રેસની ખામ સામે ભાજપની PODA થિયરી
  • પટેલ,OBC,દલિત અને આદિવાસી ગઠબંધન સફળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં કોંગ્રેસની ખામ થીયરી સામે ભાજપની PODA થિયરીએ જાદુ કર્યો છે. ભાજપે પાટીદારોની 61માંથી 55 બેઠક જીતી છે. બીજી તરફ ભાજપની નો રિપીટ થીયરી પણ સફળ થઇ છે. આવો જાણીએ ભાજપની જીતના મહત્વના કારણો.

ભાજપે PODA થીયરી અપનાવી 
વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ માટે કરો યા મરોની સ્થિતી હતી અને એટલે જ ભાજપે માઇક્રો પ્લાનીંગ કર્યું હતું. આ વખતે કોંગ્રેસની ખામ સામે ભાજપે PODA થીયરી અપનાવી હતી. પટેલ, OBC,દલિત અને આદિવાસી થીયરીનું આ ગઠબંધન સફળ થયું છે. ભાજપે  પાટીદારોની 61માંથી 55 બેઠક ભાજપે જીતી છે. જ્યારે  SC-STની 40માંથી 34 બેઠક ભાજપને મળી છે. 

 48 પાટીદારમાંથી 41 જીત્યા 
ભાજપે 48 પાટીદારને ટિકિટ આપી હતી  તેમાંથી 41 જીત્યા છે જ્યારે  કોંગ્રેસે 41 પાટીદારને ટિકિટ આપી હતી પણ માત્ર 3 જ જીત્યા છે. બીજી તરફ  ભાજપે 57 OBCને ટિકિટ આપી હતી અને તેમાંથી 48 જીત્યા છે. કોંગ્રેસે 49 OBCને ટિકિટ આપી છે અને માત્ર 3 જીત્યા છે જ્યારે ભાજપે 13 દલિતને ટિકિટ આપી છે. અને તેમાંથી 11ની જીત થઇ છે.  કોંગ્રેસે 14 દલિતને ટિકિટ આપી તેમાંથી માત્ર 2માં જીત થઇ છે જ્યારે  ભાજપે 27 આદિવાસીને ટિકિટ આપી હતી અને તેમાંથી 23 પર જીત મેળવી છે.  કોંગ્રેસે 28 આદિવાસીને ટિકિટ આપી છે પણ માત્ર 3 જીત્યા છે. 

નો રિપીટ થિયરી સફળ
આ વખતે ભાજપની નો રિપીટ થિયરી સફળ થઇ છે. ભાજપના  60 સીટિંગ ધારાસભ્યોમાંથી 53 જીત્યા છે જ્યારે  કોંગ્રેસના 40 સીટિંગ ધારાસભ્યો હાર્યા છે. 23 બેઠક પર ભાજપ બીજા નંબરે રહ્યું છે અને 119 બેઠક પર કોંગ્રેસ બીજા નંબરે રહી છે જ્યારે  35 બેઠક પર AAP બીજા નંબરે રહી છે. 
ભાજપે સીટ,વોટ શેર અને લીડનો રેકોર્ડ કર્યો
રસપ્રદ વાત એ છે કે  આ વખતે ભાજપે સીટ,વોટ શેર અને લીડનો રેકોર્ડ કર્યો છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ 1.92 લાખની લીડથી જીત્યા છે જ્યારે  ભાજપે 41 બેઠક 50 હજાર મતોથી જીતી છે. 98 બેઠક 5થી 50 હજાર મતોની લીડથી જીત્યા છે. ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈ 1.18 લાખથી જીત્યા અને  મજુરામાં હર્ષભાઈ સંઘવી 1.16 મતોથી જીત્યા છે તથા અમિતભાઈ શાહના સંસદીય મતવિસ્તારમાં ક્લીન સ્વીપ મળી છે.  ગાંધીનગર લોકસભા વિસ્તારની 7 બેઠક ભાજપે જીતી છે.
કોંગ્રેસના ચાર કાર્યકારી પ્રમુખ અને વિપક્ષના નેતા હાર્યા
આ વખતે કોંગ્રેસના ચાર કાર્યકારી પ્રમુખ અને વિપક્ષના નેતા હાર્યા છે. મહુધામાં 47 વર્ષ બાદ કોંગ્રેસની કારમી હાર થઇ છે જ્યારે  કોંગ્રેસના ગઢ બોરસદમાં પહેલીવાર ભાજપની જીત થઇ છે. આ વખતે અમરેલી જિલ્લાની તમામ બેઠક ભાજપે જીતી છે.  37 વર્ષમાં સૌથી વધુ 52.5 ટકા વોટશેર ભાજપને પ્રાપ્ત થયો છે. વાઘોડિયામાં બળવાખોર મધુ શ્રીવાસ્તવની કારમી હાર થઇ છે. માંજલપુરમાં યોગેશ પટેલ સતત 8મી વખત જીત્યા છે જ્યારે દ્વારકામાં પબુભા માણેક સતત 8મી વખત જીત્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

આ પણ વાંચો :ગામડાની 127 પૈકી 104 બેઠક અને શહેરોની 55 પૈકી 52 બેઠક પર ભગવો લહેરાયો

Tags :
BJPCountingElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstResult2022Voting
Next Article