Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને રોહિત-વિરાટ પણ ન કરી શક્યા તે કરી બતાવ્યું

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આજે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા (BAN vs SA) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બાંગ્લાદેશના છક્કા છોડાવી દીધા હતા. આ મેચમાં રિલે રોસો (Rilee Rossouw)એ T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સદી ફટકારી હતી. તેની આ ઇનિંગના દમ પર દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 206 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે.A fired-up Rilee Rossouw
દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને રોહિત વિરાટ પણ ન કરી શક્યા તે કરી બતાવ્યું
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આજે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા (BAN vs SA) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બાંગ્લાદેશના છક્કા છોડાવી દીધા હતા. આ મેચમાં રિલે રોસો (Rilee Rossouw)એ T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સદી ફટકારી હતી. તેની આ ઇનિંગના દમ પર દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 206 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે.
Advertisement

રોસોએ કર્યો ચેક્કા અને છક્કાનો વરસાદ
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની 22મી મેચ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ (BAN vs SA) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આફ્રિકા તરફથી રિલે રોસોએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 56 બોલમાં 109 રન બનાવ્યા છે. રોસોની ઇનિંગ્સમાં 8 સિક્સ અને 7 ફોરનો સમાવેશ થાય છે. તેના સિવાય વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પણ મહત્વની ઇનિંગ રમી હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. ઓપનર ટેમ્બા બાવુમા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી ડી કોક અને રોસોએ મજબૂત ભાગીદારી કરી. ડી કોકે 38 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ફોર અને 3 સિક્સ સામેલ હતી. જ્યારે રોસોએ 109 રન બનાવીને બાંગ્લાદેશી બોલરોને નતમસ્તક કરી દીધા હતા.

વર્લ્ડ કપની ચોથી ઝડપી સદી
આફ્રિકાએ ઝિમ્બાબ્વે સામે મેચ રમી હતી, પરંતુ રોસોની બેટિંગ ત્યાં આવી નહોતી. આવી સ્થિતિમાં તે સતત બે ઇનિંગ્સમાં બે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. T20 વર્લ્ડ કપમાં ચોથી સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ રોસોના નામે નોંધાયેલો છે. બ્રેન્ડન મેક્કુલમે 2012મા બાંગ્લાદેશ સામે 51 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી અને તે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. જ્યારે ક્રિસ ગેલના નામે અનુક્રમે 47 (2016) અને 50 (2007) બોલમાં સૌથી ઝડપી અને બીજી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે.
વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સિડનીમાં બાંગ્લાદેશ સામે શરૂઆતથી જ આફ્રિકાના બેટ્સમેનોએ ઝડપી બેટિંગ કરી હતી. સદી ફટકારવાની સાથે રિલે રોસોવે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. મહત્વનું છે કે, રોસાવે T20 ઇન્ટરનેશનલની સતત બે ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોસાવે છેલ્લી વખત ઈન્દોરના મેદાન પર સદી ફટકારી હતી.
Advertisement
Tags :
Advertisement

.