Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ વ્યક્તિની છે 12 પત્નીઓ, 102 બાળકો અને 568 પૌત્રો, હવે 67 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય

દુનિયામાં દરરોજ કોઈ ને કોઈ કામ માટે કોઈ ને કોઈ વ્યક્તિ વિશે ઘણી ચર્ચા થતી રહે છે. આ દિવસોમાં આફ્રિકન દેશ યુગાન્ડામાં રહેતી એક વ્યક્તિની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ વ્યક્તિની 12 પત્નીઓ અને 102 બાળકો છે. આ સાથે 568 પૌત્રો છે. તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ એકદમ સાચી છે અને કોઈ ઉભી કરેલી વાર્તા નથી. આ વ્યક્તિના પરિવાર વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. યુગાન્ડામાં રહેતો આ વ્યક્તિ ખેડૂત છà
આ વ્યક્તિની છે 12 પત્નીઓ  102 બાળકો અને 568 પૌત્રો  હવે 67 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય
દુનિયામાં દરરોજ કોઈ ને કોઈ કામ માટે કોઈ ને કોઈ વ્યક્તિ વિશે ઘણી ચર્ચા થતી રહે છે. આ દિવસોમાં આફ્રિકન દેશ યુગાન્ડામાં રહેતી એક વ્યક્તિની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ વ્યક્તિની 12 પત્નીઓ અને 102 બાળકો છે. આ સાથે 568 પૌત્રો છે. તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ એકદમ સાચી છે અને કોઈ ઉભી કરેલી વાર્તા નથી. આ વ્યક્તિના પરિવાર વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. યુગાન્ડામાં રહેતો આ વ્યક્તિ ખેડૂત છે. હવે આ વ્યક્તિએ એક મોટો નિર્ણય લીધો છે જેના માટે તેની ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં વ્યક્તિ કહે છે કે પરિવાર સતત વધી રહ્યો છે અને હવે તેને રોકવું જોઈએ. પરિવારના ભરણપોષણ માટે આવક ઓછી પડી રહી હોવાથી વ્યક્તિએ આ નિર્ણય લીધો છે.
આ વ્યક્તિનું નામ મુસા હસાહયા છે, જેની ઉંમર 67 વર્ષ છે. મુસા યુગાન્ડાના લુસાકા શહેરમાં રહે છે. અહીં એકથી વધુ લગ્ન કરવા એ ગુનો નથી. આ કારણે તેણે એક-બે નહીં પરંતુ 12 લગ્ન કર્યા છે અને હવે તેની 12 પત્નીઓ છે. મુસા હસહયાની તમામ પત્નીઓ એક જ 12 બેડરૂમના ઘરમાં સાથે રહે છે. 102 બાળકોના પિતા, મુસાને તેની સૌથી નાની પત્ની જુલેકાથી 11 બાળકો છે. હાલમાં આર્થિક સંકડામણના કારણે મુસાએ વધતા જતા પરિવારને રોકવાનો નિર્ણય કર્યો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, 67 વર્ષીય મુસાની આર્થિક સ્થિતિ ખરાબ છે જેના કારણે તેણે હવે ફેમિલી માટે એક પ્લાનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મૂસાએ તેની બધી પત્નીઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું કહ્યું. તે ઈચ્છે છે કે ભવિષ્યમાં કોઈ બાળક ન જન્મે.
નાણાકીય સ્થિતિ ખરાબ છે
102 બાળકોને જન્મ આપ્યા બાદ મુસાને સમજાયું કે હવે ખર્ચ વધી રહ્યો છે અને પરિવારને રોકવો જોઈએ. મુસા એક ખેડૂત છે જેના કારણે તેની આવક વધારે નથી. મુસાના બાળકોની ઉંમર 6 થી 51 વર્ષની વચ્ચે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.