Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોતને હાથતાળી દઈને આવ્યો આ વ્યક્તિ, જુઓ વિડીયો

કહેવાય છે કે જો તમારું નસીબ સારું હોય તો મૃત્યુ પણ તમારો વાળ વાંકો શકતું નથી. જો માત્ર એક સેકન્ડનો વિલંબ થયો હોત તો એક વ્યક્તિનો જીવ પણ ગયો હોત. જો કે આ વિડીયો જોયા બાદ લોકોના મોઢામાંથી એક જ વાત નીકળી રહી છે કે તે વ્યક્તિએ મોતને પણ ચકમો આપી  પાછો  ફર્યો. અત્યારે અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જે સીસીટીવી ફૂટેજ બુધવારે Reddit પર શેર કરવામાં આવ્યા હતàª
મોતને હાથતાળી દઈને આવ્યો આ વ્યક્તિ  જુઓ  વિડીયો
કહેવાય છે કે જો તમારું નસીબ સારું હોય તો મૃત્યુ પણ તમારો વાળ વાંકો શકતું નથી. જો માત્ર એક સેકન્ડનો વિલંબ થયો હોત તો એક વ્યક્તિનો જીવ પણ ગયો હોત. જો કે આ વિડીયો જોયા બાદ લોકોના મોઢામાંથી એક જ વાત નીકળી રહી છે કે તે વ્યક્તિએ મોતને પણ ચકમો આપી  પાછો  ફર્યો. 
અત્યારે અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જે સીસીટીવી ફૂટેજ બુધવારે Reddit પર શેર કરવામાં આવ્યા હતા અને ત્યારથી 50,000 થી વધુ આ વિડીયોને  જોઈ ચૂક્યા  હતા. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક માણસ રસ્તા પરથી ફૂટપાથ પર આવે છે ત્યારે ફૂટપાથ તૂટી જાય છે અને તે ભાગી જાય છે.
જો આ વ્યક્તિએ માત્ર એક સેકન્ડનો જ વિલંબ કર્યો હોત તો કદાચ તેનો જીવ પણ ગયો હોત. તે રસ્તા પરથી એક દુકાન સુધી ફૂટપાથ પર ચઢ્યો અને પછી આગળ વધતાં જ પાછળ એક ખાડો હતો. વિડીયોમાં  જોઈ શકાય છે કે વ્યક્તિ દુકાન તરફ જવા માટે કોંક્રીટની સપાટી પર ચાલતો હતો ત્યારે  અચાનક નીચે ગટરમાં પડતાં  તે બચી ગયો . વ્યક્તિ  મોટી દુર્ઘટના થી બચ્યો.
લોકો આ  વિડીયો  પર કમેન્ટ આપી રહ્યા છે. ઘણા  લોકો આ  વિડીયોમાં  આ વ્યક્તિની  મજાક કરતાં  લખે પણ છે કે , 'તમે તેને તોડી નાખ્યું, હવે તમે તેની કિંમત ચૂકવશો.' અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, 'આ જોઈને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. જયારે  બીજા  યુઝરે લખ્યું, જ્યારે યમરાજ લંચ બ્રેક પર જતાં  રહ્યા  એવું લાગી રહ્યું છે 
Advertisement
Tags :
Advertisement

.