ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ ધારાસભ્ય પણ કરે છે GSRTC બસમાં મુસાફરી, સાદગી માટે પોતાના વિસ્તારમાં જાણીતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે શપથ લઈ લીધાં છે ત્યારે ગુજરાત વિધાનસભામાં એવા ધારાસભ્યો છે જે પોતાની સાદગીના કારણે ચર્ચામાં આવ્યા છે. કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી બાદ ગુજરાતના વધુ એક ધારાસભ્ય પોતાની સાદગીના લીધે ચર્ચામાં આવ્યા છે.અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાઆજના સમયમાં નેતાઓ એસ.ટી.સેવાનો ઉપયોગ કરતા નથી પોતાના ખાનગી વાહનોમાં જવાનું પસંદ ક
03:45 PM Dec 13, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે શપથ લઈ લીધાં છે ત્યારે ગુજરાત વિધાનસભામાં એવા ધારાસભ્યો છે જે પોતાની સાદગીના કારણે ચર્ચામાં આવ્યા છે. કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી બાદ ગુજરાતના વધુ એક ધારાસભ્ય પોતાની સાદગીના લીધે ચર્ચામાં આવ્યા છે.
અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા
આજના સમયમાં નેતાઓ એસ.ટી.સેવાનો ઉપયોગ કરતા નથી પોતાના ખાનગી વાહનોમાં જવાનું પસંદ કરતાં હોય છે પણ કચ્છની અંજાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમમાં પ્રવાસ કરે છે. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાગા જેઓ કોઈ પણ સ્થળે જવું હોય તો તેઓ એસટી સેવાનો ઉપયોગ કરે છે.
ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
ત્રિકમભાઈ છાંગાએ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ 1976 થી એસટી બસનો આવવા જવા માટે ઉપયોગ કરે છે કારણ કે એસટીની સવારી એ સલામત સવારી છે અને સરકાર જ્યારે લોકો માટે સેવા આપતી હોય ત્યારે આ સેવાનો  લાભ આપવો જરૂરી બની રહે છે.
આ સેવાનો મહત્તમ ઉપયોગ કરશે
જ્યારે તેઓ નાની વયે અભ્યાસથી કરીને કોલેજ સુધી  એસટી સેવાનો ઉપયોગ કરતા હતા હાલમાં જ્યારે તેઓ  અંજારના ધારાસભ્ય બન્યા છે ત્યારે પણ એસટી સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરશે તેમ તેઓએ જણાવ્યું હતું. તેઓના આ નિર્ણયને લઈને અનેક નેતાઓને  ત્રિકમભાઈની બાબત પ્રેરણા રૂપ સાબિત થશે તે પણ એક હકીકત છે.
આ પણ વાંચો - ગાંધીનગરમાં જોવા મળ્યા અનોખા દ્રષ્યો, મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા પહોંચ્યા પોતાના મંત્રીઓને
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BJPMLAGSRTCGujaratGujaratFirstTrikamChhanga
Next Article