Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hyundai ની આ કાર એક મહિનામાં એક લાખ રૂપિયા મોંઘી થઈ, જાણો કિંમત

દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ દ્વારા Ionic-5 ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કંપનીએ તેની કિંમતો કેમ વધારી છે અને હવે તેની નવી કિંમત શું છે.જો તમે Hyundaiની Ionic-5 ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એક વાર આ સમાચાર અવશ્ય વાંચો, કારણ કે કંપનીએ આ કારની કિંમતમાં થોડા હજાર રૂપિયાનો વધારો નથી કર્યો પરંતુ એક લાખ રૂપિયા સુધીàª
03:01 AM Feb 17, 2023 IST | Vipul Pandya
દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ દ્વારા Ionic-5 ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કંપનીએ તેની કિંમતો કેમ વધારી છે અને હવે તેની નવી કિંમત શું છે.


જો તમે Hyundaiની Ionic-5 ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એક વાર આ સમાચાર અવશ્ય વાંચો, કારણ કે કંપનીએ આ કારની કિંમતમાં થોડા હજાર રૂપિયાનો વધારો નથી કર્યો પરંતુ એક લાખ રૂપિયા સુધીનો વધારો કર્યો છે.


ભારતમાં લોન્ચ કરતી વખતે, આ કાર હ્યુન્ડાઈ દ્વારા પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. આ કિંમત 44.95 લાખ રૂપિયા હતી. લોન્ચિંગ સમયે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કારની કિંમત શરૂઆતના 500 યુનિટ સુધી જ રહેશે. આ પછી કિંમતો બદલી શકાય છે. માહિતી અનુસાર, કંપનીને એક મહિનામાં જ આ કાર માટે 650 થી વધુ બુકિંગ મળી ચુક્યા છે. જે બાદ હવે કંપનીએ પ્રારંભિક કિંમત નાબૂદ કરીને તેની કિંમતમાં વધારો કર્યો છે.


Ioniq-5ને હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા દ્વારા જાન્યુઆરીમાં ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં ઓટો એક્સપો દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પણ હાજર રહ્યા હતા. લોન્ચ સમયે, કંપનીએ તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 44.95 લાખ રૂપિયા નક્કી કરી હતી.


Ionic-5 એક ઇલેક્ટ્રિક કાર છે, જે ઘણી સુવિધાઓ સાથે આવે છે. કંપનીની અન્ય કારની સરખામણીમાં તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 163 mm છે. સાથે જ તેને ફુલ ચાર્જમાં 631 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. તે માત્ર 7.6 સેકન્ડમાં શૂન્યથી 100 કિમી સુધીની ઝડપ પકડી શકે છે. તેને માત્ર 18 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. કારની મોટરને 217 PS પાવર અને 350 ન્યૂટન મીટર ટોર્ક મળે છે. તેમાં 12.3 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ છે. આ સાથે, વાયર દ્વારા કૉલમ ટાઇપ શિફ્ટ, VESS, EPB, સ્માર્ટ ટેલગેટ, એલઇડી ટર્ન ઇન્ડિકેટર્સ સાથે હિટેડ આઉટસાઈડ મિરર્સ, 21 સલામતી સુવિધાઓ સાથે ADAS, Hyundaiની BlueLink ટેક્નોલોજી જેવી ઘણી સુવિધાઓ તેમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો - યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીએ રાજીનામું આપવાની કરી જાહેરાત, ભારતીય મૂળના નીલ ચાર્જ સંભાળશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
2022hyundaiioniq52023hyundaiioniq52023hyundaiioniq5canada2023hyundaiioniq5pricebestcarsunder15lakhsinindiabestcarunder15lakhbestcarunder15lakhsbestcarunder15lakhsinindiabestcarunder15lakhsinindia2022carsunder15lakhinindiaelectriccarGujaratFirsthowtobuyacarhowtobuyacarinindiaHyundaihyundaicarhyundaicarreviewhyundaicarsinindia2021hyundaielectriccarhyundaiioniqhyundaiioniq5hyundaiioniq52022hyundaiioniq52023hyundaiioniq52023modelhyundaiioniq5interiorhyundaiioniq5pricehyundaiioniq5reviewhyundaiioniq6hyundaivenuehyundaivenue2019priceinindiahyundaivenuebestvalueformoneymodelhyundaivernamoneynewhyundaielectriccarnewhyundaiioniq5nnexthyundaielectriccarvalueformoneycarwhyaretheresomanyusedcarunicornsinindia
Next Article