આંખો અને બ્લડ પ્રેશરની હઠીલી સમસ્યામાં રામબાણ સાબિત થાય છે આ ફળ
કિવી (Kiwi)શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કિવી ખાવામાં જેટલું જ ટેસ્ટી છે, તેટલું જ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. કિવીમાં ભરપુર માત્રામાં વિટામિન (Vitamins) અને મિનરલ્સ (Minerals) હોય છે. જે સ્વાસ્થ માટે ખુબ લાભકારક છે. ભૂખરા રંગની છાલવાળું કિવી અંદરથી નરમ અને લીલા રંગનું હોય છે, જેમાં અંદર ઝીણાં ઝીણાં કાળા સીડ્સ પણ હોય છે.આ ફળ સ્વાદમાં થોડું ગળ્યુ અને ખટ્ટમીઠું છે.દિવસ દરમિયાન 2 કિવી ખાવાથી હાઈ બ્લડ પà«
09:59 AM Jul 27, 2022 IST
|
Vipul Pandya
કિવી (Kiwi)શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કિવી ખાવામાં જેટલું જ ટેસ્ટી છે, તેટલું જ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. કિવીમાં ભરપુર માત્રામાં વિટામિન (Vitamins) અને મિનરલ્સ (Minerals) હોય છે. જે સ્વાસ્થ માટે ખુબ લાભકારક છે.
- ભૂખરા રંગની છાલવાળું કિવી અંદરથી નરમ અને લીલા રંગનું હોય છે, જેમાં અંદર ઝીણાં ઝીણાં કાળા સીડ્સ પણ હોય છે.
- આ ફળ સ્વાદમાં થોડું ગળ્યુ અને ખટ્ટમીઠું છે.
- દિવસ દરમિયાન 2 કિવી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે.
- કિવી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
- એક રીસર્ચ અનુસાર 8 અઠવાડિયા સુધી દરરોજ 3 કીવી ખાવાથી ડાયાસ્ટોલિક અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટે છે.
- કિવીમાં લ્યુટીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે.
- કિવીમાં રહેલું વિટામિન સી બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.
- સામાન્ય રીતે 100 માંથી 80 લોકોને આંખના નંબર હોય છે. તેના માટે પણ કીવી ખુબ જ ફાયદાકારક છે.
- કિવી તમારી આંખોને દ્રષ્ટીહીનતાના પ્રાથમિક કારણ એવા મેક્યુલર ડિજનરેશન સામે રક્ષણ આપવામાં મદદરૂપ બને છે.
- કિવીમાં ઝેક્સાન્થિન અને લ્યુટીન જેવા એન્ટીઓક્સિડંટ તત્વો હોવાથી ખૂબ જ ફાયદાકારક છે.
- કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવી ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો થાય છે. હૃદય સંબંધિત ઘણા રોગોમાં કિવિ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
- કિવિમાં ઈન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે. આવા કિસ્સામાં જો તમને સંધિવાની ફરિયાદ હોય તો કિવીનું નિયમિતપણે સેવન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આ ઉપરાંત, તે શરીરની આંતરિક ઈજા મટાડવા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.
- કબજિયાતમાંથી રાહત અપાવે છે. કિવીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. નિયમિત વપરાશથી કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો થાય છે. આ ઉપરાંત, કિવિમાં રહેલા ફાઈબરની હાજરીને કારણે પાચનક્રિયા પણ સારી રહે છે.
Next Article