આ નાણા મંત્રીએ એક પણ બજેટ રજૂ કર્યું ન હતું, જાણો રોચક વાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman,) આજે થોડા કલાકો બાદ સંસદમાં સામાન્ય બજેટ (Budget) રજૂ કરશે. દરેક લોકો આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિશ્વભરમાં સર્જાયેલી આર્થિક તંગી અને છટણીના યુગમાં વિવિધ વર્ગના લોકોને નાણામંત્રી પાસેથી જુદી જુદી અપેક્ષાઓ છે.એવું માનવામાં આવે છે કે નાણામંત્રી બજેટમાં લોકપ્રિય જાહેરાતો કરી શકે છે. પરંતુ આજે રજુ થયેલા બજેટથી કંઈક અલગ જ વાત કરીશું. અમે તમને à
03:29 AM Feb 01, 2023 IST
|
Vipul Pandya
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman,) આજે થોડા કલાકો બાદ સંસદમાં સામાન્ય બજેટ (Budget) રજૂ કરશે. દરેક લોકો આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિશ્વભરમાં સર્જાયેલી આર્થિક તંગી અને છટણીના યુગમાં વિવિધ વર્ગના લોકોને નાણામંત્રી પાસેથી જુદી જુદી અપેક્ષાઓ છે.
એવું માનવામાં આવે છે કે નાણામંત્રી બજેટમાં લોકપ્રિય જાહેરાતો કરી શકે છે. પરંતુ આજે રજુ થયેલા બજેટથી કંઈક અલગ જ વાત કરીશું. અમે તમને બજેટ સંબંધિત કેટલીક એવી માહિતી આપીશું, જેના વિશે તમે અત્યાર સુધી ભાગ્યે જ સાંભળ્યું કે વાંચ્યું હશે.
ભારતનું પ્રથમ બજેટ બીજા દેશમાં રજૂ કરવામાં આવ્યું હતું
જો કે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જો આપણે ભારતના પ્રથમ બજેટની વાત કરીએ તો તેની શરૂઆત બ્રિટિશ કાળમાં થઈ હતી. ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ બ્રિટનમાં રજૂ થયું અને પસાર થયું. ત્યારે ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સન દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી.
કે.સી. નિયોગીને ક્યારેય બજેટ રજૂ કરવાની તક ના મળી
જો સ્વતંત્ર ભારતના બજેટની વાત કરીએ તો અત્યાર સુધી એક જ નાણામંત્રી એવા છે જે બજેટ રજૂ કરી શક્યા નથી. તે નાણાં પ્રધાન કે.સી નિયોગી હતા. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જે નાણામંત્રી રહ્યા પરંતુ બજેટ રજૂ કરી શક્યા ન હતા. હકીકતમાં, 1948 માં, તેઓ માત્ર 35 દિવસ માટે નાણામંત્રી પદ પર હતા. તેમના પછી જોન મથાઈને ભારતના ત્રીજા નાણામંત્રી બનાવવામાં આવ્યા. આ પછી તેમણે બજેટ રજૂ કર્યું.
આ નાણામંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે
તમને જાણીને નવાઈ લાગશે કે સ્વતંત્ર ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. મોરારજી દેસાઈએ નાણામંત્રી તરીકે દસ વખત દેશનું બજેટ રજૂ કર્યું છે. જેમાં આઠ સામાન્ય બજેટ અને બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article