Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તે 40 લોકો જીવતી લાશ છે, તેમની આત્મા મરી ચૂકી છે: સંજય રાઉતનો કટાક્ષ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે નિવેદનબાજી સતત વધી રહી છે. તેવામાં હવે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું વદું એક નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે ગુવાહાટીમાં જે 40 લોકો હાજર છે તે માત્ર લાશ છે, તેમનો આત્મા મરી ગયો છે. રાઉતે કહ્યું કે જ્યારે તેઓ મુંબઈ આવશે, ત્યારે તેને પોસ્ટમોર્ટમ માટે સીધા વિધાનસભામાં મોકલવામાં આવશે.દહિંસરમાં એક કાર્યક્રમ દરમિયાન સંજય રાઉતે પાર્à
તે 40 લોકો જીવતી લાશ છે  તેમની આત્મા મરી ચૂકી છે  સંજય રાઉતનો કટાક્ષ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે નિવેદનબાજી સતત વધી રહી છે. તેવામાં હવે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું વદું એક નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે ગુવાહાટીમાં જે 40 લોકો હાજર છે તે માત્ર લાશ છે, તેમનો આત્મા મરી ગયો છે. રાઉતે કહ્યું કે જ્યારે તેઓ મુંબઈ આવશે, ત્યારે તેને પોસ્ટમોર્ટમ માટે સીધા વિધાનસભામાં મોકલવામાં આવશે.
દહિંસરમાં એક કાર્યક્રમ દરમિયાન સંજય રાઉતે પાર્ટીની અંદર વધી રહેલા બળવા અંગે કહ્યું કે આ 40 લોકો જે ત્યાં છે, તેઓ આત્મા વિનાના મૃતદેહો જેવા છે. તેઓ મરી ગયા છે, તેમનું શરીર અહીં આવશે પણ આત્મા મરી જશે. જ્યારે 40 લોકો મુંબઈમાં ઉતરશે, ત્યારે તેઓ મનથી જીવતા નહીં હોય. તેઓ જાણે છે કે અહીં આગ લાગી છે.
ક્યારેક તો તમારે ચોપાટી પર પાછા આવવું પડશે
સંજય રાઉતે આગળ કહ્યું કે તેઓ જાણે છે કે અહીં લાગેલી આગ કેટલી ભયાનક છે. બળવાખોરો પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું, 'જ્યારે હું ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલની તસવીરો જોઉં છું, ત્યારે તે બિગ બોસના ઘર જેવું લાગે છે. લોકો ખાતા-પીતા અને રમતા જોવા મળે છે. જેમાંથી અડધા તો સાફ થઈ જશે. તમે ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાઈને રહેશો, તમારે ક્યારેક તો ચોપાટી પર પર પાછા આવવું પડશે.
રાજીનામું આપીને ચૂંટણીનો સામનો કરો
અગાઉ સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે 'બળવાખોરોને મારો ખુલ્લો પડકાર છે કે તેઓ રાજીનામું આપે અને તેમના મતદારો પાસેથી નવો આદેશ માંગે. ભૂતકાળમાં છગન ભુજબળ, નારાયણ રાણે અને તેમના સમર્થકોએ અન્ય પક્ષોમાં જોડાવા માટે શિવસેનાના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. મધ્ય પ્રદેશમાં (કેન્દ્રીય મંત્રી) જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ પણ (માર્ચ 2020માં) કોંગ્રેસના ધારાસભ્યો તરીકે રાજીનામું આપી દીધું હતું.
ક્યાં સુધી ગુવાહાટીમાં છુપાઈને રહેશે?
રાઉતે કહ્યું કે શિવસેનાના નેતાઓ અને કાર્યકરો તૈયાર છે અને નેતૃત્વના સંકેતની રાહ જોઈ રહ્યા છે. તેમણે સંકેત આપ્યો કે પાર્ટી બળવાખોરોનો સામનો કરવા માટે તૈયાર છે. 
Advertisement
Tags :
Advertisement

.