Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમુલના આ પ્રોડક્ટસ થયા મોંઘા, દહીં, છાશ, લસ્સી સહિતના ભાવમાં થયો વધારો

ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જી હાં હવે અમુલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સતત વધતી મોંઘવારી વચ્ચે અમુલે તેના પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો છે. એક કિલો દહીના ભાવમાં રૂ.4, છાશમાં રૂ.2નો વધારો કરાયો અમુલે
અમુલના આ
પ્રોડક્ટસ થયા મોંઘા 
દહીં  છાશ 
લસ્સી સહિતના ભાવમાં થયો વધારો

ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે. તમામ વસ્તુઓના
ભાવ આસમાને પહોંચ્યા છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આજે ગુજરાતના લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જી હાં હવે
અમુલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સતત વધતી મોંઘવારી વચ્ચે અમુલે તેના
પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો છે.

Advertisement


એક કિલો દહીના ભાવમાં રૂ.4, છાશમાં
રૂ.2નો વધારો કરાયો

Advertisement

અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે.
અમુલ દહીંના
400
ગ્રામ પાઉચમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 1 કિલો દહીંના પાઉચમાં 4 રૂપિયાનો વધારો કર્યો છે. તે જ રીતે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે અને 400 ગ્રામ દહીંના કપમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


Advertisement

અમુલે છાશના 500 એમએલ પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત અમુલ
લસ્સીના
170 એમએલ પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 200 એમએલ કપના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.
જોકે
, આ ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે.

Tags :
Advertisement

.