Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઇના ભાંડુપ ગુજરાતી મંડળ દ્વારા અંતિમ સંસ્કાર કિટનું ઉત્પાદન શરુ કરાયું, નજીવી કિમંતે વેચાણ

અણધારી પરિસ્થિતિઓ અને સમસ્યાઓ વારંવાર આપણા જીવનમાં આવતી હોય છે. પરિવારજનો કે પછી સ્નેહીજનોના મૃત્યુ પણ આપણા જીવનની આવી જ એ ઓચિંતિ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમાં પણ ખાસ કરીને મુંબઇ જેવા મહાનગરમાં કે જ્યાં લાખો નાના પરિવાર વસે છે. ત્યા પરિવારમાં કોઇનું આકસ્મિક મૃત્યુ થાય તો દુઃખની સાથે એક મુંઝવણભરી સ્થિતિનું નિર્માણ થાય છે.આ સંવેદનશીલ સમસ્યાના ઉકેલ માટે મુંબઇના ભાંડુપ સ્થિત ભાàª
મુંબઇના ભાંડુપ ગુજરાતી મંડળ દ્વારા અંતિમ સંસ્કાર કિટનું ઉત્પાદન શરુ કરાયું  નજીવી કિમંતે વેચાણ
અણધારી પરિસ્થિતિઓ અને સમસ્યાઓ વારંવાર આપણા જીવનમાં આવતી હોય છે. પરિવારજનો કે પછી સ્નેહીજનોના મૃત્યુ પણ આપણા જીવનની આવી જ એ ઓચિંતિ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમાં પણ ખાસ કરીને મુંબઇ જેવા મહાનગરમાં કે જ્યાં લાખો નાના પરિવાર વસે છે. ત્યા પરિવારમાં કોઇનું આકસ્મિક મૃત્યુ થાય તો દુઃખની સાથે એક મુંઝવણભરી સ્થિતિનું નિર્માણ થાય છે.
આ સંવેદનશીલ સમસ્યાના ઉકેલ માટે મુંબઇના ભાંડુપ સ્થિત ભાંડુપ ગુજરાતી મંડળ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. 900 ગુજરાતી પરિવારના આ સંગઠન દ્વારા એક નવતર પ્રયોગ શરુ કરાયો છે. મલુંડ નજીક આવેલી અને ભાંડુપ ગુજરાતી મંડળ દ્વારા સંચાલિત સ્મશાનભૂમિ દ્વારા અગ્નિ સંસ્કાર સામગ્રી કિટનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે.
ભાંડુપ ગુજરાતી મંડળ નજીવી કિંમતે આવી કિટનું વિતરણ કરી રહ્યું છે. આ કિટમાં હિંદુ વિધિ પ્રમાણે મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઇ જવા માટેની વિવધ 38 પ્રકારની સામગ્રીનું વિતરણ થાય છે. ભાંડુપ ગુજરાતી મંડળના પ્રમુખ બચુભાઇ ગાલા દ્વારા જણાવવામાં આવ્યું કે ભાંડુપ ગુજરાતી મંડળ દ્નારા દર મહિને મુંબઇભરમાં લગભગ 500થી 600 આવી અગ્નિ સંસ્કાર કિટનું નફા વગર વેચાણ કરવાામાં આવે છે. 
તેમણે આગળ કહ્યું કે આ કિટની અંદર તેના વપરાશ માટેની એક માર્ગદર્શિકાનો પણ સમાવેશ થાય છે. જે લોકોને આ કિટ અને તેમાં રહેલી વસ્તુઓના ઉપયોગ વિશે સમજ આપે છે. સાથે જ કિટ ખરીદનારા લોકોને એક યુટ્યુબ લિંક પણ ફોરવર્ડ કરવામાં આવે છે. જેમાં એક વિડીયો દ્વારા સરળ રીતે આ કીટના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ગરીબ અને જરુરિયાતમંદ પરિવારને વિનામૂલ્યે પણ આવી કિટનું વિતરણ કરવામાં આવે છે.
આ સિવાય ભાંડુપ ગુજરાતી સમાજ ભવિષ્યમાં ઇ કોમર્સ પ્લેટફોરમ ઉપર પણ આવી કિટને મુકવાનું વિચારે છે. જે લોકોના હિતમાં છે અને તેનાથી સમાજસેવા પણ થશે. ઉલ્લેખનીય છે કે ભાંડુપ ગુજરાતી સમાજ 1954ના વર્ષથી સક્રિય છે. 
Advertisement
Tags :
Advertisement

.