આટલી ભૂલો જ ખેંચી લાવે છે પેટમાં કબજિયાત, જાણો મટાડવાનું રહસ્ય
સવારમાં મૂડ બગાડતી સૌથી મોટી સમસ્યા કઈ છે? જો તમને કબજિયાતની સમસ્યા હોય તો સવારથી જ દિવસ ખરાબ થવા લાગે છે. જો આપણે કબજિયાતની વાત કરીએ તો ઘણા એવા લોકો છે જેમને આ સમસ્યા હંમેશા રહે છે. તો શું કરવું? કબજિયાતને ઓછું કરવા માટે આયુર્વેદમાં ઘણા બધા વિકલ્પો છે અને આવી સ્થિતિમાં, જો તમને પણ આ સમસ્યા છે, તો આજે અમે તેના વિશે ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.હર ઝિંદગી ડોટ કોમમાં પ્રસિદ્ધ થયેલા અહેà
સવારમાં મૂડ બગાડતી સૌથી મોટી સમસ્યા કઈ છે? જો તમને કબજિયાતની સમસ્યા હોય તો સવારથી જ દિવસ ખરાબ થવા લાગે છે. જો આપણે કબજિયાતની વાત કરીએ તો ઘણા એવા લોકો છે જેમને આ સમસ્યા હંમેશા રહે છે. તો શું કરવું? કબજિયાતને ઓછું કરવા માટે આયુર્વેદમાં ઘણા બધા વિકલ્પો છે અને આવી સ્થિતિમાં, જો તમને પણ આ સમસ્યા છે, તો આજે અમે તેના વિશે ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
હર ઝિંદગી ડોટ કોમમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે આયુર્વેદિક ડૉક્ટર દીક્ષા ભાવસારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કબજિયાત સંબંધિત સમસ્યાઓ વિશે એક પોસ્ટ શેર કરી છે. તેમના મતે કબજિયાત થવાનું મુખ્ય કારણ અસંતુલન અને વાત દોષ છે. કબજિયાતની સમસ્યા થવા માટે આ તમામ કારણો મહત્વપૂર્ણ છે. આવો જાણીએ કબજિયાત થવાના કારણો અને તેને મટાડવા માટેના સરળ ઉપાય..
કબજિયાતના મુખ્ય કારણો (Reasons of Constipation)
- યોગ્ય રીતે પાચન ન થવું
- યોગ્ય રીતે ન ખાવું
- પૂરતી ઉંઘનો અભાવ
- યોગ્ય રીતે પાણી ન પીવું
- રાત્રે સમયસર ભોજન ન કરવું
- અતિશય શુષ્ક, ઠંડુ, મસાલેદાર અથવા તળેલો ખોરાક
- ઓછા ફાઇબર વાળા આહાર
- અનિયમિત જીવનશૈલી
કબજિયાત મટાડવા ગોળીઓ ખાવી કેટલી યોગ્ય?
ગોળીઓ લઈ સમસ્યાનું સામાધાન લાવવું એ કોઈ પણ વસ્તુનો કાયમી ઉકેલ નથી. કારણ કે એ તમને કદાચ થોડા કે ઓછા સમય માટે રાહત અપાવી શકશે. તેથી આ સ્થિતિમાં આંતરડાને ખૂબ ખરાબ અસર થઈ શકે છે. પરંતુ કેટલીક હોમ રેમેડીસ એવી છે, જે તમારા શરીરને નુક્સાન પહોંચાડ્યા વગર તમારી આ કબજિયાતની સમસ્યાનું સમાધાન લાવી શકે છે. આવો જાણીએ કઈ ચીજનું સેવન કરવાથી આ તકલીફમાંથી છૂટકારો મેળવી શકાય..
- કાળી કિસમિસને આખી રાત પાણીમાં પલાળી તેને સવારે ખાલી પેટ ખાઓ. તેને પલાળીને ખાવાથી તે વાત દોષને ઘટાડવામાં ઘણી મદદ કરે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓ પણ ઘટાડે છે. અને ખોરાક સરળતાથી પચી જાય છે. તે ફાઈબરથી ભરપૂર હોવાથી કબજિયાતને મટાડી શકે છે.
- 1 ચમચી મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે આ પહેલી વસ્તુ ખાઓ. જો તમે ઈચ્છો તો મેથીના દાણાને બદલે પાઉડર પણ વાપરી શકો છો. તેને રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણી સાથે પણ લેવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.
- હૂંફાળા ગાયના દૂધ સાથે 1 ચમચી ગાયનું ઘી પીવાથી ક્રોનિક કબજિયાત માટે શ્રેષ્ઠ છે.
- ગાયનું શુદ્ધ દૂધ બાળકો, ગર્ભવતી મહિલાઓ અને મોટી ઉંમરના લોકો માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા નવશેકું ગાયનું દૂધ પીવાથી પિત્તદોષની સમસ્યા અને કબજિયાતથી છૂટકારો અપાવે છે.
- આ સાથે ગાયનું ઘી મેટાબોલિઝમ સુધારે છે. આ સાથે તેમાં વિટામિન-એ, વિટામિન-ડી, વિટામિન-ઇ, વિટામિન-કે જેવા ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ હોય છે અને તે આંતરડાને સુધારે છે. અને પાચનક્રિયા સુધરતા પેટ પણ સાફ આવે છે.
- આ સાથે આમળા માત્ર કબજિયાત માટે જ નહીં પરંતુ વાળ ખરવા, સફેદ વાળ, વજન ઘટાડવા વગેરે જેવી અન્ય તકલીફોમાંથી પણ મુક્તિ અપાવે છે. તે માટે સવારે ખાલી પેટ 1 ચમચી આમળા પાવડરનું હૂંફાળા પાણી સાથે સેવન કરો. તેનાથી તમને કબજિયાતની સમસ્યાથી મુક્તિ મળતા પેટ પણ સાફ આવે છે.
Advertisement