Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ દિગ્ગજોને ગુજરાતના ચૂંટણીજંગમાં કરવો પડ્યો હારનો સામનો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections) અનેક દિગ્ગજ નેતાઓ એવા છે જેઓ ખુબ આસાનીથી જીતી જશે તેવું અનુમાન લગાવાઇ રહ્યું હતું. પરંતુ તેમને જનતાએ હારનો સ્વાદ ચખાડ્યો છે.ચાલો નજર કરીએ કયા દિગ્ગજોને આ ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. ખંભાળીયાથી ઇસુદાન ગઢવીની હાર ખંભાળીયા બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી તેના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) ચૂંટણી લડી રહ્યા હતા. જેમને પ
આ દિગ્ગજોને ગુજરાતના ચૂંટણીજંગમાં કરવો પડ્યો હારનો સામનો
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections) અનેક દિગ્ગજ નેતાઓ એવા છે જેઓ ખુબ આસાનીથી જીતી જશે તેવું અનુમાન લગાવાઇ રહ્યું હતું. પરંતુ તેમને જનતાએ હારનો સ્વાદ ચખાડ્યો છે.ચાલો નજર કરીએ કયા દિગ્ગજોને આ ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. 
ખંભાળીયાથી ઇસુદાન ગઢવીની હાર 
ખંભાળીયા બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી તેના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) ચૂંટણી લડી રહ્યા હતા. જેમને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટી(AAP) જે ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરતી હતી. તેને બે આંકડામાં બેઠકો પણ મળી શકી નથી અને તેના મુખ્યમંત્રીપદના ઉમેદવાર જ ચૂંટણી હારી જતા આમ આદમી પાર્ટી માટે ભોંઠા પડવા જેવી સ્થિતિ થઇ છે. આ બેઠક પર ભાજપમાંથી મુળુભાઇ બેરા અને કોંગ્રેસમાંથી વિક્રમ માડમ મેદાનમાં હતા.  આ ત્રણેય પાર્ટીઓમાંથી ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરાએ જીત નોંધાવી છે. 
વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવની હાર 
વાઘોડિયા બેઠક પર છેલ્લી છ ટર્મથી જીતતા આવતા દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની હાર થઇ છે. આ બેઠક પર ભાજપમાંથી અશ્વિન પટેલ  મેદાનમાં હતા, તો  કોંગ્રેસમાંથી સત્યજિત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે  ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવ બન્ને નેતાઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા હતા. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ છે.આ બેઠક પર દિગ્ગજ નેતા ગણાતા મધુ શ્રીવાસ્તવને હારનો સામનો કરવો પડ્યો છે. 
અમરેલીથી પરેશ ધાનાણીની હાર 
વાત કરીએ અમરેલી બેઠકની.તો અમરેલી બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા પરેશ ધાનાણીને હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશીક વેકરિયાની જીત થઇ છે. પરેશ ધાનાણી કોંગ્રેસનો પોપ્યુલર ચહેરો ગણાય છે.પરંતું ચૂંટણી જંગમાં પરેશ ધાનાણીને ઉતારવા છતા આ બેઠક કોંગ્રેસ જીતી શકી નથી. 
વરાછાથી અલ્પેશ કથીરિયાની હાર 
સુરતની વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીની પ્રથમ હરોળના નેતાઓમાંથી એક એવા અલ્પેશ કથીરિયાની હાર થઇ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીની જીત થઇ.
Tags :
Advertisement

.

×