Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોમાસામાં આ ભજીયા ખાવા પડાપડી, 'ડુમ્મસનાં પ્રખ્યાત ટામેટાના ભજીયા' બનાવવાની સિક્રેટ રેસિપી

ભાઈ.. ચોમાસાની મસ્તમજાની મોસમ ચાલતી હોય અને કોઈના ઘરમાં ભજીયા ન બને એવું તો બને જ નહીં. બટેકાની પત્રીના, ડુંગળીના કે મરચાંના ભજીયા તો દરેકના ઘરે સામાન્ય રીતે બનતા જ હોય છે. અને તે ખાવાની મજા પણ કંઈક અલગ જ હોય છે. પરંતુ આજે તમારા ભજીયાની વેરાયટીમાં વધારો કરવા જઈ રહ્યા છીએ.આપણે ગુજરાતીઓને ખાવાપીવાના પાક્કા શોખીન કહેવાય છે. ગુજરાતમાં લગભગ દરેક જગ્યાની કઈંક ને કઈંક ફેમસ વાનગી તો મળી જ રà
ચોમાસામાં આ ભજીયા ખાવા પડાપડી   ડુમ્મસનાં પ્રખ્યાત ટામેટાના ભજીયા  બનાવવાની સિક્રેટ રેસિપી

ભાઈ.. ચોમાસાની મસ્તમજાની મોસમ ચાલતી હોય અને કોઈના ઘરમાં ભજીયા ન બને એવું તો બને જ નહીં. બટેકાની પત્રીના, ડુંગળીના કે મરચાંના ભજીયા તો દરેકના ઘરે સામાન્ય રીતે બનતા જ હોય છે. અને તે ખાવાની મજા પણ કંઈક અલગ જ હોય છે. પરંતુ આજે તમારા ભજીયાની વેરાયટીમાં વધારો કરવા જઈ રહ્યા છીએ.

Advertisement

આપણે ગુજરાતીઓને ખાવાપીવાના પાક્કા શોખીન કહેવાય છે. ગુજરાતમાં લગભગ દરેક જગ્યાની કઈંક ને કઈંક ફેમસ વાનગી તો મળી જ રહેતી હોય છે. તેથી આજે અમે તમારા માટે લાવ્યા છે સુરતથી ફક્ત 18 કિમીના અંતરે આવેલા ડુમ્મસનાં ફેમસ ટામેટા ભજીયાની રેસીપિ.

Advertisement

20 Dishes To Try Out In Surat - Crazy Masala Food

ચોમાસામાં તો ડુમ્મસ ઘણાં લોકો ખાસ આ ભજીયાં ખાવા જ જાય છે, તમે આજે તેને ઘરે જ બનાવીને પણ લૂંટી શકો છો મજા.

Advertisement

ટામેટા ભજીયા માટેની સામગ્રી:

3 મોટા કડક ટામેટાં

1 મોટી ઝૂડી કોથમીર

5 લીલા મરચાં

2 વાડકી બેસન

2 ચમચી સૂકા ધાણાં

5-7 નંગ મરી

મીઠું સ્વાદ અનુસાર

ચપટી હળદર

2 ચમચી ચાટ મસાલો

તળવા માટે તેલ

Tomato bhajiya (टमाटर के भजीऐ) famous in dumas beach Surat | Dumas beach,  Dumas, Surat

બનાવવાની રીત :

  • સૌ પ્રથમ કોથમીર અને મરચાંને ધોઈને સહેજ મીઠું નાખીને બરાબર પીસી ચટણી બનાવી લો. અંદર પાણી ઉમેરવાનું નથી. 
  • ત્યારબાદ મરી અને સૂકા ધાણાને અધકચરા ખાંડી લો. 
  • ત્યારબાદ બેસનમાં મસાલા ઉમેરો. 
  • મરી અને સૂકા ધાણા મિક્સ કરો. પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો. ખીરું ઘટ્ટ રાખવું. 
  • પછી તેમાં 2 ચમચી ગરમ તેલ ઉમેરો. 
  • ત્યારબાદ હવે ટામેટાંને ગોળ સમારી લેવાં. ટામેટાંની દરેક સ્લાઈસ પર 1/2 ચમચી ચટણી લગાવો. 
  • ટામેટાંની સ્લાઈસને ખીરામાં મૂકી ચમચીથી ખીરું લગાવી ધ્યાનથી ગરમ તેલમાં તળી લો. 
  • તળાઈ જાય એટલે ભજીયા પર ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ ભજીયાને કઢી, લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
surat ke special tomato bhajiya / pakoda / vada ab ghar par banaye do  tarike se / surti style - YouTube

આ ભજીયાં બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટીપ્સ:

  • ખીરું સામાન્ય ભજીયાના ખીરા કરતાં ઘટ્ટ રાખવું.
  • સોડા ઉમેરવાની ભૂલ ન કરશો.
Tags :
Advertisement

.