ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નોકરિયાત લોકોને રસોઈ બનાવવા કામ લાગે તેવી જોરદાર Tips

જ્યારે ટેસ્ટી ફૂડ બનાવવાની વાત આવે ત્યારે દરેકને માપીને બનાવવાનું પસંદ કરતા હોય છે, કારણ કે જો કોઈ પણ વસ્તુની માત્રા થોડી વધારે કે ઓછી હોય તો ખાવાનો સ્વાદ બગડી જાય છે. બીજી બાજુ, જો તમારે કોઈ શાહી વાનગી બનાવવી હોય, તો તેને બનાવવામાં કલાકો લાગે છે. આવી સ્થિતિમાં, અમે અહીં કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમારા કામને સંપૂર્ણપણે સરળ બનાવશે. અને ભોજનનો સ્વાદ પણ ત્રણ ગણો વધારી દેશે.દા
01:07 PM Sep 14, 2022 IST | Vipul Pandya
જ્યારે ટેસ્ટી ફૂડ બનાવવાની વાત આવે ત્યારે દરેકને માપીને બનાવવાનું પસંદ કરતા હોય છે, કારણ કે જો કોઈ પણ વસ્તુની માત્રા થોડી વધારે કે ઓછી હોય તો ખાવાનો સ્વાદ બગડી જાય છે. બીજી બાજુ, જો તમારે કોઈ શાહી વાનગી બનાવવી હોય, તો તેને બનાવવામાં કલાકો લાગે છે. આવી સ્થિતિમાં, અમે અહીં કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમારા કામને સંપૂર્ણપણે સરળ બનાવશે. અને ભોજનનો સ્વાદ પણ ત્રણ ગણો વધારી દેશે.
દાળમાં ટેસ્ટી ફ્લેવર
દાળ ભારતીય ભાણાંની મુખ્ય વાનગીમાંથી એક છે. ચુલા પર પકાવેલી દાળનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો કે શહેરોમાં ચુલા પર દાળ બનાવવી મુશ્કેલ છે. દાળ બનાવવાની સૌથી સરળ રીત છે તેને ઉકાળો અને મસાલાને સરખી રીતે કૂકિંગ માટે તૈયાર કરાય છે, જેથી તમારી દાળનો સ્વાદ સારો આવે. જો કે, તેના સ્વાદને વધારવા માટે, તમારે ફક્ત તમારી દાળને રાંધતા પહેલા શેકી અને પછી તેને ઉકાળવી પડશે. આ રીતે તમારી દાળને સ્મોકી ફ્લેવર મળશે.
પુરી કુરકુરી કેવી રીતે બનાવવી?
ઘણીવાર પુરી બનાવતી વખતે તેમાં તેલ ભરાઈ જાય છે અથવા તો પૂરી વધારે ઢીલી થઈ જાય છે. પુરીને ક્રિસ્પી બનાવવા માટે તમારા લોટમાં રવો ઉમેરો. કારણ કે તે પુરીને ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવામાં મદદ કરે છે.
ક્રીમી ગ્રેવી બનાવવા માટે શું કરવું?
ક્રીમી ગ્રેવી બનાવવા માટે લોકો ઘણીવાર બજારમાં મળતાં ક્રીમનો ઉપયોગ કરે છે. જો કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો આજકાલ ફેટ ફ્રી વસ્તુઓનો ઉપયોગ કરે છે. તે માટે બજારની ક્રીમનો ઉપયોગ ન કરો. ગ્રેવીનો સ્વાદ વધારવા માટે દૂધ, ક્રીમ અથવા કાજુની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
ઓલ-ઇન-વન ગ્રેવી કેવી રીતે બનાવવી?
ઘણાં લોકો પાસે ઘણી વખત રાંધવાનો સમય નથી હોતો. પરંતુ ચિંતા ન કરશો. કારણ કે તમે દરેક ગ્રેવી અગાઉથી તૈયાર કરી શકો છો. તમે આ ગ્રેવીને એક અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. આ માટે સૌપ્રથમ ટામેટાં, ડુંગળી, લસણ અને આદુ લઈ, નરમ થાય ત્યાં સુધી શેકી સહેજ ઠંડી થાય એટલે તેની પ્યૂરી બનાવી  ફ્રીઝરમાં મૂકી 1 મહિના માટે સ્ટોર કરી શકો છો.
Tags :
CookingTipsEasyCookingFoodGujaratFirstkitchenRecipeTips
Next Article