ભાજપની સુનામી સામે AAPના આ 5 હીરોએ મેળવી જીત, દિગ્ગજ થયા ધરાશાયી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ વિપક્ષી પાર્ટીઓના સુપડાસાફ કરી દીધા છે. આ ચૂંટણીમાં જ્યા ભાજપે પ્રચંડ જીત મેળવી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ વધુ એક રાજ્યમાં પોતાનું ખાતું ખોલ્યું છે. અહીં આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોએ જીત મેળવી છે. કહી શકાય કે આ પાંચ ઉમેદવારોએ ગુજરાતમાં આપનું ખાતું ખોલાવવામાં મદદ કરી છે. વળી ઘણા એવા દિગ્ગજો પણ છે કે જેમના પર ખૂબ આશા હતી કે તેઓ જીત મે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ વિપક્ષી પાર્ટીઓના સુપડાસાફ કરી દીધા છે. આ ચૂંટણીમાં જ્યા ભાજપે પ્રચંડ જીત મેળવી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ વધુ એક રાજ્યમાં પોતાનું ખાતું ખોલ્યું છે. અહીં આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોએ જીત મેળવી છે. કહી શકાય કે આ પાંચ ઉમેદવારોએ ગુજરાતમાં આપનું ખાતું ખોલાવવામાં મદદ કરી છે. વળી ઘણા એવા દિગ્ગજો પણ છે કે જેમના પર ખૂબ આશા હતી કે તેઓ જીત મેળવશે. પરંતુ અંતે તેઓને હારનો સામનો કરવો પડ્યો છે.
પાંચ લો પ્રોફાઈલ ઉમેદવારોએ જીતનો ઝંડો લહેરાવ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે પરિણામ પણ સામે આવી ચુક્યા છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. અહીં ભાજપ જંગી જીત સાથે સરકાર બનવા જઈ રહી છે. બીજી તરફ આ ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને રાજ્યમાં પાંચ બેઠકો પર જીત મળી છે. રાજ્યમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. ભાજપની સુનામી અને તે પણ વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્યમાં, હજુ હમણા ઉભી થયેલી AAP પાર્ટી આ કરી શકી તે કોઈ ચમત્કારથી ઓછું નથી. જોકે, આમ આદમી પાર્ટીએ જેમના પર દાવેદારી દાખવી તે મોટા ફેમસ ચહેરાઓ ઉમેદવારો હારી ગયા, પરંતુ પાંચ લો પ્રોફાઈલ ઉમેદવારોએ જીતનો ઝંડો લહેરાવ્યો છે. તેમની જીતના કારણે કેજરીવાલની આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આવો જાણીએ કોણ છે AAPના ગુજરાતના એવા હીરો જેમણે ભાજપની સુનામીમાં પોતાની જીતનો ઝંડો લહેરાવ્યો છે.
દેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા
AAPએ ગુજરાતની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવાને ટિકિટ આપી હતી. ચૈતર અગાઉ છોટુ વસાવા અને BTCના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશની નજીક હતા, પરંતુ ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) ગઠબંધન તૂટ્યા બાદ ચૈતર AAPમાં જોડાયા હતા. ડેડિયાપાડા બેઠક પર ચૈતરને 55.87 ટકા મત મળ્યા, તેમણે ભાજપના ઉમેદવાર હિતેશ કુમાર વસાવાને 42,082 મતોથી હરાવ્યા છે.
વિસાવદર બેઠક પરથી ભુપતભાઈ ભાયાણી
વિસાવદર બેઠક પરથી AAPએ સામાજિક કાર્યકર ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપી હતી. 2017 થી કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા આ બેઠક પર જીત્યા હતા પરંતુ ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા અને આ ચૂંટણીમાં ભૂપતભાઈએ તેમને હરાવ્યા છે. ભૂપત ભાયાણીને 65,675 અને હર્ષદ રિબડિયાને માત્ર 58,771 મત મળ્યા હતા. આ આમ આદમી પાર્ટીની મોટી જીત માનવામાં આવે છે.
બોટાદ બેઠક પરથી ઉમેશભાઈ મકવાણા
આમ આદમી પાર્ટીએ બોટાદમાંથી ઉમેશભાઈ મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે તેમને ટિકિટ આપવામાં આવી ત્યારે વિરોધ થયો હતો, પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીને હરાવીને જીત્યા હતા. ઉમેશને કુલ 77,802 વોટ મળ્યા હતા. મકવાણાને કુલ 43.04% અને ભાજપના વિરાણીને 41.56% વોટ મળ્યા હતા.
જામ જોધપુર બેઠક પરથી હેમંત ખાવા
જામનગરની જામ જોધપુર બેઠક પરથી AAPએ હેમંત ભુવાને ટિકિટ આપી હતી. હેમંત ભુવાએ AAP નેતા છે જે ચૂંટણી પહેલા 10 નવેમ્બર, 2022 ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હેમંત ભુવા કો-ઓપરેટિવ બેંક અને જામ જોધપુર એપીએમસીના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા. ભુવાએ 47.45 ટકા મતો મેળવીને ભાજપના ઉમેદવાર ચિમનભાઈ સાપરિયાને હરાવ્યા હતા.
ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી
AAPએ સુરેન્દ્ર નગર જિલ્લાની ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણીને ટિકિટ આપી હતી. વાઘાણી એક વેપારી અને સામાજિક કાર્યકર છે. સુધીર વાઘાણીને કુલ 60,944 મત મળ્યા હતા. તેમણે 43.46% મતો મેળવીને કેશુભાઈ નાકરાણીને હરાવ્યા છે.
ચૂંટણીમાં AAPના દિગ્ગજ ચહેરાઓ હાર્યા
જે જાણીતા ચહેરાઓ પાસેથી આમ આદમી પાર્ટી જીતવાની આશા હતી તે આ ચૂંટણીમાં ખૂબ જ ખરાબ રીતે હારી ગયા છે. જેમાં AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવી, પાટીદાર આંદોલનના જાણીતા ચહેરા અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, AAPના મહામંત્રી મનોજ સોરઠીયા હારી ગયા અને AAPની કેજરીવાલના ગુજરાતમાં વધુ બેઠકો જીતવા પર પાણી ફેરવાઈ ગયું.
'આપ રાષ્ટ્રીય પાર્ટી બની'
આ AAP નેતાઓએ ગુજરાતના ગારિયાધાર, જામ જોધપુર, વિસાવદર, ડેડિયાપાડા અને બોટાદમાં પાંચ બેઠકો જીતીને AAPને રાષ્ટ્રીય પક્ષ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેજરીવાલને ગુજરાત ચૂંટણીમાં 40 ટકા એટલે કે કુલ 213 ટકા વોટ મળ્યા હતા. થોડા વર્ષો પહેલા ઉભી થયેલી AAP પાર્ટીએ દેશની સૌથી જૂની પાર્ટી BJP ને સખત ટક્કર આપીને આ વોટ ટકાવારી હાંસલ કરી છે જે એક મોટી જીત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement