Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચા, કોફી સહિત અનેક વસ્તુઓના ભાવમાં થશે વધારો, ફરી લોકો પર પડશે મોંઘવારીનો માર

એક તો આ કોરોના અને બીજું આ યુદ્ધ. બંનેને મોંઘવારીને હાઈલેવલ પર પહોંચાડી દીધી છે. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. ગેસ હોય કે પેટ્રોલ હોય, શાકભાજી હોય કે તેલ હોય તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે ચા, કોફી સહિતના અનેક વસ્તુઓના ભાવ વધવા જઈ રહ્યા છે. એફએમસીજી કંપનીઓ ઘઉં, પામ ઓઈલ અને પેકેજિંગ સામાન જેવી કોમોડિટીના ભાવમાં વધારાને કારણે તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાà
ચા  કોફી સહિત અનેક
વસ્તુઓના ભાવમાં થશે વધારો  ફરી લોકો પર પડશે મોંઘવારીનો માર

એક તો આ કોરોના અને બીજું આ યુદ્ધ. બંનેને મોંઘવારીને હાઈલેવલ પર
પહોંચાડી દીધી છે. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. ગેસ હોય કે પેટ્રોલ હોય,
શાકભાજી હોય કે તેલ હોય તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે ચા,
કોફી સહિતના અનેક વસ્તુઓના ભાવ વધવા જઈ રહ્યા છે. એફએમસીજી કંપનીઓ ઘઉં
, પામ ઓઈલ અને પેકેજિંગ સામાન જેવી કોમોડિટીના ભાવમાં વધારાને કારણે
તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય રશિયા-યુક્રેન
યુદ્ધને કારણે
FMCG કંપનીઓને પણ નુકસાન થયું છે. તેમનું
માનવું છે કે આના કારણે ઘઉં
, ખાદ્ય તેલ અને ક્રૂડ ઓઈલના ભાવમાં
ઉછાળો આવશે. ડાબર અને પારલે જેવી કંપનીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને
ફુગાવાના દબાણનો સામનો કરવા સાવચેતીભર્યા પગલાં લેશે.

Advertisement

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુસ્તાન
યુનિલિવર અને નેસ્લેએ ગયા અઠવાડિયે તેમના ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે.
પારલે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે પીટીઆઈને જણાવ્યું હતું કે
,
અમે ઉદ્યોગ દ્વારા કિંમતોમાં 10 થી 15 ટકાના વધારાની અપેક્ષા રાખીએ છીએ. તેમણે
કહ્યું કે કિંમતોમાં ઘણી અસ્થિરતા છે. આવી સ્થિતિમાં ભાવ વધારો કેટલો થશે તે
અત્યાર સુધી કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે પામ ઓઈલની કિંમત
180 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. હવે તે ઘટીને 150 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. એ જ રીતે, પ્રતિ બેરલ 140 ડોલર પર ગયા પછી, કાચા તેલની કિંમત 100 ડોલરની નીચે આવી ગઈ છે. શાહે કહ્યું,
જો કે, કિંમતો હજુ પણ
પહેલા કરતા વધારે છે. હવે દરેક
10-15 ટકા વૃદ્ધિની
વાત કરી રહ્યા છે. જો કે
ઉત્પાદન ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે. પાર્લેમાં હાલમાં પૂરતો
સ્ટોક છે. એક-બે મહિનામાં ભાવવધારા અંગે નિર્ણય લેવામાં આવશે.

Advertisement

ડાબર ઈન્ડિયાના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અંકુશ જૈને આ અભિપ્રાયનો પડઘો
પાડતા જણાવ્યું હતું કે ફુગાવો સતત ઊંચો છે અને તે સતત બીજા વર્ષે ચિંતાનું કારણ
છે. ગ્રાહકોએ ફુગાવાના દબાણને કારણે તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે. તેઓ નાના પેક
ખરીદી રહ્યા છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને યોગ્ય વિચાર-વિમર્શ
કર્યા પછી
, અમે ફુગાવાના દબાણને ટાળવા પગલાં
લઈશું.

Advertisement

એડલવાઈસ ફાયનાન્સિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અબનીશ
રોયે જણાવ્યું હતું કે એફએમસીજી કંપનીઓ ફુગાવાનો બોજ ગ્રાહકો પર નાખી રહી છે. હિન્દુસ્તાન
યુનિલિવર અને નેસ્લે પાસે કિંમત ઊંચી રાખવાની શક્તિ છે. તેઓ કોફી અને પેકેજીંગ
સામાનના ભાવવધારાનો બોજ ગ્રાહકો પર નાખી રહ્યા છે. અમારો અંદાજ છે કે તમામ
FMCG
કંપનીઓ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કિંમતોમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કરશે.
આ કંપનીઓએ કોમોડિટીના ભાવમાં વધારાનો કેટલોક બોજ ગ્રાહકો પર નાખ્યો છે.

Tags :
Advertisement

.