Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અયોધ્યામાં લતાદીદીને નામે ચોક બનશે, CM યોગીએ કરી જાહેરાત

ભારત રત્ન મેળવનાર લતા મંગેશકરના સન્માનમાં અયોધ્યામાં ચોક બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે અયોધ્યાની સમીક્ષા બેઠકમાં અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યા છે. આ માટેની એક દરખાસ્ત સરકારને 10 દિવસમાં મોકલી આપવા તેમણે આદેશ કર્યો છે. આ ઉપરાંત તેમણે એવો પણ નિર્દેશ આપ્યો કે લતાજીના અવાજમાં ભગવાન શ્રીરામ અને હનુમાનના ગીત અને ભજન વગાડવામાં આવે.નોઈડામાં લત
અયોધ્યામાં લતાદીદીને નામે ચોક બનશે  cm યોગીએ કરી જાહેરાત
ભારત રત્ન મેળવનાર લતા મંગેશકરના સન્માનમાં અયોધ્યામાં ચોક બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે અયોધ્યાની સમીક્ષા બેઠકમાં અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યા છે. આ માટેની એક દરખાસ્ત સરકારને 10 દિવસમાં મોકલી આપવા તેમણે આદેશ કર્યો છે. આ ઉપરાંત તેમણે એવો પણ નિર્દેશ આપ્યો કે લતાજીના અવાજમાં ભગવાન શ્રીરામ અને હનુમાનના ગીત અને ભજન વગાડવામાં આવે.
નોઈડામાં લતા મંગેશકર ફૂટ ઓવરબ્રિજ બનાવ્યો
નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેમના નામે ફૂટ ઓવર બ્રિજ તૈયાર કર્યો છે. આ  ઓવર બ્રિજ નોઈડા સેક્ટર 16 ફિલ્મ સિટી પાસે બનાવવામાં આવ્યો છે. નોઈડાથી દિલ્હી જતા લોકો ડીએનડી બાજુથી પસાર થતા આ ફૂટ ઓવર બ્રિજને જોઈ શકે છે. નોઈડામાં પહેલીવાર કોઈ મોટી સેલિબ્રિટીના નામે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ ફૂટ ઓવરબ્રિજ લતા મંગેશકર બ્રિજ તરીકે ઓળખાય છે, તેને નોઈડાના સેક્ટર 16A ફિલ્મ સિટી પાસેના પાર્કિંગ સાથે જોડવામાં  આવ્યો છે 

 લતાજીનો  જન્મ 
લતા દીદીનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929એ થયો હતો અને તેમની કારકિર્દીની શરૂઆત 1942માં માત્ર 13 વર્ષની વયે થઈ હતી. તેમણે પોતાની  કેરિયરમાં  50,000થી વધુ ગીતો ગાયાં છે.આ ઉપરાંત તેઓએ  દેશ અને વિદેશમાં અનેક ગીતો  ગાયા છે. તેઓને 2001માં કેન્દ્ર  સરકાર  દ્વારા  સન્માનિત  કરવામાં  આવ્યા હતા. તેમને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.
6 ફેબ્રુઆરીના રોજ લતાજીનું થયું હતું અવસાન
તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ ભારતીય સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. 92 વર્ષીય લતા મંગેશકરે લગભગ એક મહિના સુધી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લીઘી  હતી . તેઓને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેઓના  મૃત્યુના એક દિવસ પહેલા તબિયત બગડી  જતા તેઓને  વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.