Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોસ્કોથી દિલ્હી આવેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખબરથી હડકંપ

મોસ્કો (Moscow)થી દિલ્હી (Delhi) આવી રહેલી ફ્લાઈટ (Flight)માં બોમ્બ હોવાની માહિતી મળતાં ગભરાટ ફેલાયો હતો. ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરને નીચે ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ ફ્લાઈટની ઉંડી તપાસ કરવામાં આવી હતી. Russian airline Aeroflot receives bomb threat, investigation underway at Delhi IGI airportRead @ANI Story | https://t.co/bVZbpIR9Hn#Russianairline #Delhiairport pic.twitter.com/rVuj2nPEvE— ANI Digital (@ani_digital) October 14, 2022 વહેલી સવારે ફ્લાઇટ લેન્ડ થઇપ્રાથમિક àª
મોસ્કોથી દિલ્હી આવેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખબરથી હડકંપ
મોસ્કો (Moscow)થી દિલ્હી (Delhi) આવી રહેલી ફ્લાઈટ (Flight)માં બોમ્બ હોવાની માહિતી મળતાં ગભરાટ ફેલાયો હતો. ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરને નીચે ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ ફ્લાઈટની ઉંડી તપાસ કરવામાં આવી હતી. 
Advertisement

વહેલી સવારે ફ્લાઇટ લેન્ડ થઇ
પ્રાથમિક વિગતો આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું કે મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. આ પછી ફ્લાઈટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે.

તાજેતરમાં ઇરાનની ફ્લાઇટમાં પણ બોમ્બની અફવા હતી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઈરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના અહેવાલ હતા. જેથી પેસેન્જર એરક્રાફ્ટના પાઇલટ્સે દિલ્હી એટીસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને વિમાનને લેન્ડ કરવાની મંજૂરી માંગવામાં આવી. જોકે તેને જયપુર અને ચંદીગઢમાં એરક્રાફ્ટ લેન્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. પરંતુ પાયલટોએ પ્લેનને લેન્ડ કરવાની ના પાડી દીધી હતી. જેથી પ્લેન લગભગ 45 મિનિટ સુધી ભારતની આકાશ સીમા ઉપર ઉડતું રહ્યું હતું. 
સુખોઇ ફાઇટર એરક્રાફ્ટની મદદ લેવાઇ
ત્યારબાદ ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ. વાયુસેનાએ સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ દ્વારા ફ્લાઇટનો પીછો કર્યો હતો. ઈરાન તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ વિમાનને ચીન મોકલવામાં આવ્યું હતું. ફ્લાઈટને ભારતની સરહદની બહાર લઈ જવામાં આવી હતી. જોકે ચીનમાં જ્યારે પ્લેનનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ફ્લાઈટમાં કોઈ બોમ્બ મળ્યો નહોતો. એટલે કે બોમ્બ વિશેની માહિતી માત્ર અફવા હતી. લાહોર એટીએસે ભારતને ફોન કરીને ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.