MODI Governmentમાં થઇ શકે ફેરબદલ, મંત્રીઓમાં વધી ચિંતા
MODI Governmentમાં થઇ શકે ફેરબદલ, મંત્રીઓમાં વધી ચિંતાઘણા નવા ચહેરા કેબિનેટમાં સમાવાય તેવી શક્યતા ઉતરાયણ બાદ ફેરબદલની થઇ રહી હતી ચર્ચાબજેટ સત્ર પહેલા થઇ શકે ફેરબદલ સંસદ (Parliament)ના બજેટ સત્ર પહેલા મંત્રી પરિષદના વિસ્તરણની અટકળોએ મોદી સરકાર (Modi Government)ના ઘણા મંત્રીઓની ચિંતા વધારી દીધી છે. કેબિનેટમાં વિસ્તરણ થશે કે ફેરબદલ થશે તે હજુ સ્પષ્ટ નથી. રાજકીય સુત્રોમાં આ બાબતની ચર્ચાથી મંત્રીઓમાં ભારે
03:19 AM Jan 15, 2023 IST
|
Vipul Pandya
- MODI Governmentમાં થઇ શકે ફેરબદલ, મંત્રીઓમાં વધી ચિંતા
- ઘણા નવા ચહેરા કેબિનેટમાં સમાવાય તેવી શક્યતા
- ઉતરાયણ બાદ ફેરબદલની થઇ રહી હતી ચર્ચા
- બજેટ સત્ર પહેલા થઇ શકે ફેરબદલ
સંસદ (Parliament)ના બજેટ સત્ર પહેલા મંત્રી પરિષદના વિસ્તરણની અટકળોએ મોદી સરકાર (Modi Government)ના ઘણા મંત્રીઓની ચિંતા વધારી દીધી છે. કેબિનેટમાં વિસ્તરણ થશે કે ફેરબદલ થશે તે હજુ સ્પષ્ટ નથી. રાજકીય સુત્રોમાં આ બાબતની ચર્ચાથી મંત્રીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ સાથે જ સરકારની બહાર રહેલા ભાજપના નેતાઓને પણ પોતાના માટે આશા દેખાઈ રહી છે.
અત્યાર સુધી એક જ વાર ફેરબદલ થઇ છે
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં માત્ર એક જ વાર ફેરબદલ અને વિસ્તરણ થયું છે. જેમાં સરકારમાંથી ઘણા મોટા ચહેરા બહાર ફેંકાયા હતા. પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ જેવા મોટા નેતાઓને તેમના મંત્રી પદ ગુમાવવા પડ્યા હતા. આ સાથે જ મુખ્તાર અબ્બાસ નકવીએ પણ મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જેડીયુ સાથે ગઠબંધન તોડ્યા બાદ આરસીપી સિંહને પણ સરકારમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.
કોને પડતાં મુકાશે તેની વ્યાપક ચર્ચા
મોદી કેબિનેટના સંભવિત વિસ્તરણની અટકળો વચ્ચે નેતાઓમાં એવી ચર્ચા છે કે સરકારમાંથી કોને પડતા મૂકવામાં આવશે. જો કે બીજી તરફ એવા ખુશ લોકો છે જેઓ સરકારની બહાર છે. તેમને લાગે છે કે કદાચ આ વખતે તેમનો નંબર આવશે. કેટલાક નેતાઓ મકરસંક્રાંતિથી સંસદનું સત્ર શરૂ ન થાય ત્યાં સુધી દિલ્હીમાં જ રહેવાના મૂડમાં છે કે કંઈ થશે તો ફોન આવશે અને તેઓ આવા કોલને ચૂકવા માંગતા નથી.
ઉતરાયણ પછી ફેરબદલની હતી શક્યતા
ઉલ્લેખનિય છે કે ઉતરાયણ પછી મોદી કેબિનેટમાં વિસ્તરણ કે ફેરબદલ થઇ શકે તેવી ચર્ચા છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. નવા રાજકિય સમીકરણો અને આવનારી રાજ્યોની ચૂંટણીના અનુસંધાનમાં આ ફેરબદલ કરાય તેવી અટકળો થઇ રહી છે. ઘણા મંત્રીઓને સંગઠનમાં લઇ જવાશે તેવી પણ વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article