Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચમાં બનશે દુનિયાનું સૌથી પહેલું દિવ્યાંગો માટેનું ઓલ્ડ એજ હોમ, લાયબ્રેરીથી લઇ સ્વિમિંગ પુલ સુધીની હશે સુવિધાઓ

દુનિયાનું પહેલું દિવ્યાંગ વૃદ્ધો માટેનું રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે આકાર લેવા જઇ રહ્યું છે. આ રિસોર્ટ  ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે સાડા ૯ વીઘા જમીનમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિશ્વના આ પહેલા દિવ્યાંગ વૃદ્ધાશ્રમ એવા 'પ્રભુના ઘર'નું ભૂમિપૂજન કરાયું પ્રાચીન નગરી ભરૂચ હવે દુનિયામાં દà
ભરૂચમાં બનશે દુનિયાનું સૌથી પહેલું દિવ્યાંગો માટેનું ઓલ્ડ એજ હોમ  લાયબ્રેરીથી લઇ સ્વિમિંગ પુલ સુધીની હશે સુવિધાઓ
દુનિયાનું પહેલું દિવ્યાંગ વૃદ્ધો માટેનું રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે આકાર લેવા જઇ રહ્યું છે. આ રિસોર્ટ  ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે સાડા ૯ વીઘા જમીનમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિશ્વના આ પહેલા દિવ્યાંગ વૃદ્ધાશ્રમ એવા 'પ્રભુના ઘર'નું ભૂમિપૂજન કરાયું 
પ્રાચીન નગરી ભરૂચ હવે દુનિયામાં દિવ્યાંગો માટેના ૧.૬૫ લાખ ચોરસ ફૂટમાં આકાર પામનાર ઓલ્ડ એજ રિસોર્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં અને દેશમાં  વૃદ્ધો, અનાથો,ગરીબો માટે તો અનેક આશ્રમો આવેલા છે, પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ વૃદ્ધાશ્રમ નથી. જેને રિસોર્ટ તરીકે મૂર્તિમંત કરી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું બીડું સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલરે લીધું છે.ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુ ટેલર ૨૦૦ દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે આ વિશ્વનો પહેલો દિવ્યાંગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન, સહિતની ૪૯ આધુનિક સુવિધા અને સવલતો આપવામાં આવશે.
મુખ્ય પ્રવેશ, ફીચર વોલ, લોબી અને રિસેપ્શન. કોન્ફરન્સ હોલ, સિક્યુરિટી અને સર્વેલન્સ રૂમ. એડમિન ઓફિસ. ટોયલેટ, એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ ટ્રસ્ટી ઓફિસ. અધ્યક્ષનું કાર્યાલય અને રૂમ, ગોશાળા, કમળના તળાવ સાથેનું મંદિર. સ્વિમિંગ પૂલ, ગેમ્સ ઝોન, લાઇબ્રેરી, શાવર અને ચેન્જિંગ રૂમ. મસાજ રૂમ, પ્રાર્થનાના હોલ, મલ્ટિપર્પઝ લોન, વીઆઇપી ગેસ્ટ હાઉસ, કિચન ડાઇનિંગ હોલ, મેઇન સ્ટોર, મેઇન કિચન, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર, નર્સિંગ રૂમ, ફિઝીયોથેરાપી રૂમ, ઓપીડી રૂમ, કાઉન્સલિંગ રૂમ , હાઉસકીપિંગ, સ્ટોર્સ અને લોન્ડ્રી,. હર્બેરિયમ. લૉન એરિયા ગાઝેબો કિચન ગાર્ડન, મલ્ટિપર્પઝ કોર્ટ, પાથવે, ડ્રાઈવ, ડબલ બેડ અને સિંગલ બેડના રૂમસ. ડોરમેટરી, સ્ટાફ ક્વાર્ટર, ઇમરજન્સી મોટરેબલ એક્સેસ અને પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ આ દિવ્યાંગ વૃદ્ધો માટેના વૃદ્ધાશ્રમમાં હશે .
સામાન્ય વૃધ્ધાશ્રમમાં દિવ્યાંગ વૃધ્ધોને તેમની દિવ્યાંગતાને લીધે આશ્રય આપવામાં આવતો નથી. આવા વૃધ્ધોની સ્થિતી દયનીય બની જાય છે. આથી સંસ્થાએ દિવ્યાંગ વૃધ્ધોને વિનામુલ્યે આશ્રય મળી રહે તે માનવીય હેતુથી વૃધ્ધાશ્રમ શરૂ કરવાનું નકકી કર્યું છે. ભરૂચના ઝઘડિયાના ઉચેડિયા ગુમાનદેવ હનુમાનદાદાનાં મંદિર સામે ખુબ આધુનિક તમામ સગવડો સાથે એક રીસોર્ટ જેવુ બનાવી. જયાં ૨૦૦ નિરાધાર દિવ્યાંગોને વિનામુલ્યે જીવનનાં અંતિમ દિવસો પસાર કરે તેવું આયોજન કરાયું છે. 
પ્રભુ નું ઘર વૃદ્ધાશ્રમ માટે કે.પી ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમ બનાવવાની તમામ નાણાકીય સહાય આપવાનું એલાન કે.પી ગ્રુપના ફારુકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં આવે તે માટે તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે આ એક દિવ્ય અને ઈશ્વરમય કાર્ય છે જેનું શિલાન્યાસ આજરોજ કરવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું રોકાણ પણ અમે જ કરીએ છીએ તે પ્રમાણે અમુક કામ કરીએ છીએ તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.