પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મૂળ, રહેવાસી બારી ફળીયું, ગટામલી, તાલુકો નસવાડી, જીલ્લો છોટાઉદેપુરનો પરિવાર, ડભોઇ તાલુકાના પીસાઈ ગામે આવેલ એક પટેલ ખેડૂતના ખેતરમાં કુવાવાળી ઓરડીમાં રહી ખેતી કામની મજૂરી કરી રહ્યું હતું. આ પરિવારની એક 22 વર્ષીય દીકરીએ તેના સાસરીયાઓ મહેણા ટોણા મારી માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા. આ 22 વર્ષીય પરણીતા કોઈક કારણોસર બીમાર થતાં સારવાર અર્થે પોતાના પિતાના ઘરે થોડો સમય રહી હતી. આ પરિણિતàª
મૂળ, રહેવાસી બારી ફળીયું, ગટામલી, તાલુકો નસવાડી, જીલ્લો છોટાઉદેપુરનો પરિવાર, ડભોઇ તાલુકાના પીસાઈ ગામે આવેલ એક પટેલ ખેડૂતના ખેતરમાં કુવાવાળી ઓરડીમાં રહી ખેતી કામની મજૂરી કરી રહ્યું હતું. આ પરિવારની એક 22 વર્ષીય દીકરીએ તેના સાસરીયાઓ મહેણા ટોણા મારી માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા. આ 22 વર્ષીય પરણીતા કોઈક કારણોસર બીમાર થતાં સારવાર અર્થે પોતાના પિતાના ઘરે થોડો સમય રહી હતી. આ પરિણિતાને સંતાનમાં એક દીકરો પણ હતો. આ પરણિતા સારવાર બાદ સારું લાગતા પોતાના સાસરિયાંઓ જેઓ હાલ શિનોર તાલુકાના અંબાલી ગામે રહી ખેતીકામ કરતા હતા તેઓની સાથે રહેવા જતી રહી હતી.
સાસરિયાઓ સાથે પોતાના દીકરા સાથે રહેવા ગઈ હતી
પરણિતા થોડોક સમય પોતાના પિયરમાં રહી પોતાના સાસરિયાઓ સાથે પોતાના દીકરા સાથે રહેવા ગઈ હતી. પરંતુ પરણીતાના પતિ અને તેના સાસુ-સસરા ભેગા મળી પરિણિતાને સહન ના થાય તેવા અપશબ્દો કહેતા અને મહેણા- ટોણા મારતા અને આ રીતે માનસિક ત્રાસ આપતા હતા. જેથી તે માનસિક રીતે પડી ભાંગી હતી. જેને લઈને તારીખ ૨૭/૦૧/૨૩ના રોજ ડભોઇ તાલુકાના પીસાઈ ગામે આવેલ એક ખેડૂતના ખેતરે રહેતા પોતાના માબાપને ત્યાં તક મળતા જ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેથી ભારે ચકચાર મચી જવા પામી હતી.
સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી
છેલ્લા કેટલાક દિવસથી આ પરણીતા પોતાના પિતાના ઘરે રહેતી હતી. પરંતુ તારીખ ૨૭/૦૧/૨૩ ના રોજ તેના પિતા અને કુટુંબના અન્ય લોકો ખેતીકામમાં ગયા હતા ત્યારે આ પરણીતાએ એકલતાનો લાભ લઇ કુવાની ઓરડીએ અડાડી ઉપર દુપટ્ટાનો ગાળીયો બનાવી તેના ઉપર લટકી જઈ મોતને વાલુ કર્યું હતું. આમ હાલ પિયરમાં રહેતી આ પરણિતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લઈ મોતને વહાલું કર્યું હોવાની ઘટના સામે આવી હતી.
પોલીસ ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધી
આ 22 વર્ષીય પરણિતાના પિતા જેઓ મૂળ રહે. ગામ કેવડી તાલુકો નસવાડી જીલ્લો છોટાઉદેપુરના પરંતુ હાલ ડભોઈ તાલુકાના પીસાઈ ગામે એક પટેલ ખેડૂતને ત્યાં રહીને ખેતી કામ કરતા હતા. પિતાએ પોતાની દીકરીએ મોત વહાલું કરતા આ બનાવ અંગેની જાણ પોલીસ સ્ટેશનને કરતા ડભોઈ પોલીસના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ પરણિતાના મૃતદેહનો પચનામુ કરી આગળની કાર્યવાહી અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પેનલ પીએમ કરાવ્યું હતું. આ પેનલ પીએમ સહિતની કાનૂની કાર્યવાહી સમયે ડભોઈના નાયબ પોલીસ અધિક્ષક એ.એમ.પટેલ તથા ડભોઇ પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એમ.વાઘેલા સહિતના પોલીસનાં અધિકારીઓ હાજર હતાં. ડભોઇ પોલીસ સ્ટેશનમાં પરણિતાના પિતાએ ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્રએ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તંત્રએ આ તમામ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે
મોતને વહાલું કરનાર આ પરણીતાના પિતાએ પોતાની દીકરીના પતિ (૧). જયેશભાઈ જવારીયાભાઈ ડું.ભીલ (૨). છીણુબેન જવારીયાભાઈ ડુ.ભીલ ( સાસુ) (૩). જવારીયાભાઈ ફુલજીભાઈ ડુ.ભીલ ( સસરા) આ તમામ હાલ રહે. અંબાલી તાલુકો શિનોર જીલ્લો વડોદરા, તમામ મૂળ રહે.બારી ફળીયું, ગટામલી તા.નસવાડી જિ.છોટાઉદેપુર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ નોંધાવી હતી. જેથી ડભોઈ પોલીસ તંત્રએ આ તમામ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી. છે અને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement