પંજાબ કિંગ્સની જીત હવે પાક્કી, ટીમને મળ્યા વિશ્વ ચેમ્પિયન કોચ
બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની IPL ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સ (Punjab Kings) શુક્રવારે 16 સપ્ટેમ્બરે તેના નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને તેમના ત્રણ વર્ષના કાર્યકાળના અંત પછી રજા આપવામાં આવી છે અને વિશ્વ ચેમ્પિયન કોચ ઓસ્ટ્રેલિયાના ટ્રેવર બેલિસને નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. બેલિસના નામ પર ઘણી સિદ્ધિઓ છે, પરંતુ તેમના નેતૃત્વમાં 2019
09:45 AM Sep 16, 2022 IST
|
Vipul Pandya
બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની IPL ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સ (Punjab Kings) શુક્રવારે 16 સપ્ટેમ્બરે તેના નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને તેમના ત્રણ વર્ષના કાર્યકાળના અંત પછી રજા આપવામાં આવી છે અને વિશ્વ ચેમ્પિયન કોચ ઓસ્ટ્રેલિયાના ટ્રેવર બેલિસને નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. બેલિસના નામ પર ઘણી સિદ્ધિઓ છે, પરંતુ તેમના નેતૃત્વમાં 2019 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની પ્રથમ ODI વર્લ્ડ ચેમ્પિયન સૌથી પ્રખ્યાત છે.
IPL 2023 ને લઇને પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સે અત્યારથી જ ટીમને મજબૂત બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંજાબની ટીમમાં દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેના ત્રણ વર્ષના કાર્યકાળના અંત પછી તેમને રજા આપવામાં આવી છે અને વિશ્વ ચેમ્પિયન કોચ ઓસ્ટ્રેલિયાના ટ્રેવર બેલિસને નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. વળી, તે કોલકાતા નાઈટ રાઈડર્સના સપોર્ટ સ્ટાફના ચીફ પણ રહી ચૂક્યા છે. તે દરમિયાન KKRએ 2012, 2014માં IPLનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે બેલિસના સ્થાને બ્રાયન લારાને કોચ તરીકે નિયુક્ત કર્યા છે. બીજી તરફ, ટ્રેવર બેલિસે પંજાબ કિંગ્સના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ટ્વીટ કરીને લખ્યું, “પંજાબ કિંગ્સના મુખ્ય કોચ તરીકેની ભૂમિકા આપવા બદલ હું સન્માનિત હોવાનો અનુભવ કરી રહ્યો છું. હું આ ટીમમાં નિર્ધારિત ખેલાડીઓની પ્રતિભાશાળી ટુકડી સાથે કામ કરવા આતુર છું.
જણાવી દઈએ કે, પંજાબ કિંગ્સ 2008થી IPLનો હિસ્સો છે, પરંતુ આજ સુધી તે ફરી એકવાર ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી છે. જોકે, 2014માં તે ફાઇનલમાં પહોંચી હતી પરંતુ વિજેતા બનવાનું ચૂકી ગઈ હતી. બેલિસના આગમનથી ટીમને આશા છે કે તેઓ આગામી સિઝનમાં ટ્રોફી જીતશે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સે પણ દક્ષિણ આફ્રિકાના કોચ માર્ક બાઉચરને પોતાના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે પૂર્વ કોચ મહેલા જયવર્દનેને મોટી ભૂમિકા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રેવર બેલિસ ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહ્યા હતા. તેમની પાસે એક ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય અનુભવ નથી પરંતુ કોચ તરીકે તેમણે ઘણી સિદ્ધિઓ પોતાના નામે કરી છે. તેઓ ઈંગ્લેન્ડની ટીમના કોચ હતા જ્યારે 2019માં ODI વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારથી તેઓ વિશ્વ ચેમ્પિયન કોચ તરીકે પ્રખ્યાત થયા. આ સિવાય તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો સ્ટાફ મેમ્બર હતા, જે IPLમાં 2012 અને 2014માં ચેમ્પિયન બની હતી. આ સાથે, બિગ બેશ લીગ (BBL) માં, તેમણે સિડની સિક્સર્સને 2011-12માં BBL ચેમ્પિયન અને તેમના કોચિંગ હેઠળ ચેમ્પિયન્સ લીગ T20 ટાઈટલ પણ અપાવ્યું છે. તેમણે શ્રીલંકાને 2007 થી 2011 સુધી કોચિંગ પણ આપ્યું હતું જ્યારે ટીમ સતત બે ODI વર્લ્ડ કપ ફાઈનલ રમી હતી.
Next Article