જંબુસરમાં સ્કૂલેથી પરત ફરતી 6 વર્ષીય બાળકીને ગાયે શિંગડામાં ભરાવી ફંગોળી, લોકોમાં રખડતા ઢોરને લઇ આક્રોશ
જંબુસરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે.આ વખતે રખડતા ઢોરના આતંકનો ભોગ 6 વર્ષીય માસુમ બાળકી બની છે. શહેરના પિશાચ મહાદેવ રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યોગેશભાઇ પરમારની ૬ વર્ષીય પુત્રી વૃષ્ટિને રખડતા ઢોરે શિંગડામાં ભરાવી ફંગોળી હતી. વૃષ્ટિ સ્કૂલેથી પરત ફરી રહી હતી ત્યારે તેના ઘર નજીક જ આ ઘટના ઘટી.. પાછળથી અચાનક ત્રાટકેલી ગાયે છ વર્ષીય વૃષ્ટિને શિંગડામાં ભરાવી ફંગોળી હ
જંબુસરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે.આ વખતે રખડતા ઢોરના આતંકનો ભોગ 6 વર્ષીય માસુમ બાળકી બની છે. શહેરના પિશાચ મહાદેવ રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યોગેશભાઇ પરમારની ૬ વર્ષીય પુત્રી વૃષ્ટિને રખડતા ઢોરે શિંગડામાં ભરાવી ફંગોળી હતી.
Advertisement
વૃષ્ટિ સ્કૂલેથી પરત ફરી રહી હતી ત્યારે તેના ઘર નજીક જ આ ઘટના ઘટી.. પાછળથી અચાનક ત્રાટકેલી ગાયે છ વર્ષીય વૃષ્ટિને શિંગડામાં ભરાવી ફંગોળી હતી. સદનસીબે બાળકીને કોઈ ઈજા પહોંચી ન હતી.આ ઘટના બાદ નગરપાલિકા સત્તાધિશો તાકીદે રખડતા ઢોરની સમસ્યાનું નિવારણ લાવે તેવી ફરીએકવાર ઉગ્ર માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ રોજગારીના અભાવે નકલી કિન્નર બનેલા શખ્સને અસલી કિન્નરોએ ભણાવ્યો પાઠ, નિર્વસ્ત્ર કરી માર્યો માર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement