Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટીઝર રિલીઝ, એક્શન અવતાર જોવા મળ્યો કિંગ ખાન

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. આ પહેલાં ફિલ્મમાંથી શાહરૂખનો લુક પણ સામે આવ્યો છે. આ ફિલ્મમાં તે એક્શન અવતારમાં જોવા મળશે. શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. છેલ્લાં ઘણાં દિવસથી તેની આગામી ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી હતી. જે ફિલ્મની અટકળો ચાલી રહી હતી કે દિગ્દર્શક એટલીની આગામી ફિલ્મની સત્ત
11:05 AM Jun 03, 2022 IST | Vipul Pandya
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. આ પહેલાં ફિલ્મમાંથી શાહરૂખનો લુક પણ સામે આવ્યો છે. આ ફિલ્મમાં તે એક્શન અવતારમાં જોવા મળશે. 
શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. છેલ્લાં ઘણાં દિવસથી તેની આગામી ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી હતી. જે ફિલ્મની અટકળો ચાલી રહી હતી કે દિગ્દર્શક એટલીની આગામી ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.  ફિલ્મનું નામ 'જવાન' છે. તેની માત્ર જાહેરાત જ નહીં પરંતુ ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થયેલા વીડિયોમાં શાહરૂખ ખાનની એક ઝલક પણ બતાવવામાં આવી છે જેમાં તે એક્શનથી ભરપૂર અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં આવશે. તેની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે.
જુઓ ટીઝર 

અદ્ભુત ટીઝર
વીડિયોમાં શાહરૂખ એક ખંડેર જેવી  જગ્યાએ છે જે હથિયારોથી ભરેલી છે. તેણે પોતાના ચહેરાને પટ્ટીની જેમ કપડાના ટુકડાથી બાંધી રાખ્યો છે. તેના ચહેરા પર ઉઝરડા છે. તેની એક આંખ ઢંકાયેલી છે. જ્યારે કેમેરો બંધ થાય છે ત્યારે શાહરૂખ હસીને કહે છે, 'રેડી?' ટીઝરમાં ક્યારેક તેના હાથમાં બંદૂક હોય છે તો ક્યારેક ચાકુ. ક્યારેક શાહરુખ હથિયારોથી ભરેલી બેગની ચેન બંધ કરી દેતો પણ કિંગ ખાન જોવાં મળશે. 
શાહરૂખે ટીઝર શેર કર્યું 
ટીઝરને શેર કરતા શાહરૂખે કેપ્શનમાં લખ્યું, 'એક્શનથી ભરપૂર 2023, જવાન. 2જી જૂન 2023ના રોજ ધમાકેદાર મનોરંજન કરના. હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રીલિઝ કરાશે. આ ફિલ્મ ગૌરી ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
કિંગ ખાનનો રોલ શું છે
ટીઝર જોઈને સ્પષ્ટ થાય છે કે શાહરૂખ ધમાકેદાર કમબેક કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથની અભિનેત્રી નયનતારા પહેલીવાર જોવા મળશે. 'જવાન'માં સાન્યા મલ્હોત્રાની પણ મહત્વની ભૂમિકા છે. રિપોર્ટ અનુસાર, શાહરૂખ આ ફિલ્મમાં ડબલ રોલ કરવા જઈ રહ્યો છે. શાહરૂખનું પહેલું પાત્ર RAW ઓફિસરનું છે જે પિતા છે અને તેનો પુત્ર ગેંગસ્ટર છે. આ બંન્ને પાત્રો શાહરૂખ નિભાવી રહ્યો છે.જ્યારે નયનતારા તપાસ અધિકારી છે.
આગામી ફિલ્મો
શાહરૂખની બેક ટુ બેક 3 ફિલ્મો આવી રહી છે. તાજેતરમાં તેણે રાજકુમાર હિરાણી સાથે 'ડંકી' ફિલ્મની જાહેરાત કરી હતી. તે પહેલા 'પઠાણ'નું ટીઝર પણ આવી ગયું છે.
 
Tags :
aetanyEntertainmentNewsgaurikhanGujaratFirstJawankingkhanupcomingfilmshahrukhkhan
Next Article