Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના આ જિલ્લાના લીંબુનો સ્વાદ છે અનેરો, રાજ્યના કુલ ઉત્પાદનના 30 ટકા લીંબુ અહીં પાકે છે

રૂટિન ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન જતું હોય છે એટલે મહેસાણા જિલ્લામાં ખેડૂતોનો બાગાયતી અને રોકડીયા એવા શાકભાજી અને બાગાયતી ખેતી તરફ ઝોક વધ્યો છે. મહેસાણા જિલ્લામાં બાગાયતી પાકોમાં ખાસ લીંબુ, જામફળ અને ચીકુનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. અને એમાં પણ લીંબુનું નામ આવે એટલે પ્રથમ જ મહેસાણા યાદ આવે. મહેસાણા જિલ્લામાં ત્રણ થી વધુ તાલુકામાં લીંબુનું મબલક વાવેતર સાથે ઉત્પાદન થાય à
ગુજરાતના આ જિલ્લાના લીંબુનો સ્વાદ છે અનેરો  રાજ્યના કુલ ઉત્પાદનના 30 ટકા લીંબુ અહીં પાકે છે
રૂટિન ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન જતું હોય છે એટલે મહેસાણા જિલ્લામાં ખેડૂતોનો બાગાયતી અને રોકડીયા એવા શાકભાજી અને બાગાયતી ખેતી તરફ ઝોક વધ્યો છે. મહેસાણા જિલ્લામાં બાગાયતી પાકોમાં ખાસ લીંબુ, જામફળ અને ચીકુનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. અને એમાં પણ લીંબુનું નામ આવે એટલે પ્રથમ જ મહેસાણા યાદ આવે. મહેસાણા જિલ્લામાં ત્રણ થી વધુ તાલુકામાં લીંબુનું મબલક વાવેતર સાથે ઉત્પાદન થાય છે. અને અહીંના લીંબુ ગુજરાત અને ભારતના અલગ અલગ રાજ્યોમાં ખુણેખૂણે સપ્લાય પણ થાય.પાકિસ્તાન સહિત આસપાસના અન્ય દેશોમાં પણ લીંબુને એક્સપોર્ટ કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના લીંબુની બોલબાલાનું બીજુ કારણ એ પણ છે કે મહેસાણા જિલ્લાના લીંબુની ક્વાલિટી સૌથી સારી છે. 
વધુને વધુ ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે 
અહીં લીંબુના વેપાર માટે મોટા માર્કેટ પણ છે જેથી તમામ માલ પહેલા અહીં આવે છે ત્યારબાદ તેનું શોર્ટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને અલગ અલગ ક્વોલિટી પ્રમાણે પેકીંગ કરી તેને રાજ્યના તેમજ દેશના અલગ-અલગ ખૂણા સુધી પહોંચાડવામાં આવે છે. ખેડૂતોને પણ સારા ભાવ મળતા હોવાથી મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં લીંબુની બાગાયતી ખેતી તરફ વળ્યા છે.         
મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં
રાજ્યમાં મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અંદાજે લગભગ ૧૩,૫૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુ પાકનું વાવેતર થાય છે તેમજ ૧.૯૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન એટલે કે ગુજરાત રાજ્યના ૩૦% ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનું યોગદાન છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો લીંબુ પાકમાં એકમ વિસ્તારમાંથી મહતમ ઉત્પાદન મેળવી નિકાસલક્ષી ખેતીનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે હેતુથી નાયબ બાગાયત નિયામકની કચેરી મહેસાણા દ્વારા લીંબુ પાક પરિસંવાદ થકી ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે. ખેડૂતોને લીંબુ પાકમાં વાવેતર, રોગ જીવાત નિયંત્રણ, હાર્વેસ્ટિંગ, વેચાણ વ્યવસ્થા અને વર્ષો જૂની લીંબુની વાડીઓનું નવીનીકરણ તેમજ લીંબુ પાકમાંથી બનતી વિવિધ બનાવટો ઉપર વ્યાખ્યાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેની સીધી અસર લીંબુના ઉત્પાદન પર જોવા મળી છે. અને લીંબુનું ઉત્પાદન રાજ્યમાં સૌથી વધુ મહેસાણામાં નોંધાયું છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.