ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદ્યાર્થીઓએ પ્રદશનમાં બતાવી કલાકારી,વિવિધ રોબોટ બનાવી સોને આકર્ષિત કર્યા

ટેકનોફેસ્ટમાં ઇજનેરો એ દેખાડી પોતાની કલાકારી ઇજનેરો દ્વારા બનાવાયા સંખ્યાબંધ પ્રોજેક્ટ રોજીંદી પ્રવૃત્તિઓમાં ઉપયોગી થાય એવા વર્કિંગ મોડલ બનાવાયુંસુરત(Surat)સહિત દક્ષિણ ગુજરાતની(South Gujarat)એન્જિનિયરીંગ કોલેજોમાં (Engineering Colleges) બીજા શૈક્ષણિક સત્રમાં યોજાતા ટેકનોફેસ્ટમાં ભાવિ ઇજનેરો પોતાનું કલાકારી દેખાડી છે.ટેક્નોલોજીની સાથે જ સમાજ ઉપયોગી નીવડે એવા સંખ્યાબંધ પ્રોજેક્ટ ટેક્નોફેસ્àª
09:59 AM Dec 28, 2022 IST | Vipul Pandya
  • ટેકનોફેસ્ટમાં ઇજનેરો એ દેખાડી પોતાની કલાકારી 
  • ઇજનેરો દ્વારા બનાવાયા સંખ્યાબંધ પ્રોજેક્ટ 
  • રોજીંદી પ્રવૃત્તિઓમાં ઉપયોગી થાય એવા વર્કિંગ મોડલ બનાવાયું
સુરત(Surat)સહિત દક્ષિણ ગુજરાતની(South Gujarat)એન્જિનિયરીંગ કોલેજોમાં (Engineering Colleges) બીજા શૈક્ષણિક સત્રમાં યોજાતા ટેકનોફેસ્ટમાં ભાવિ ઇજનેરો પોતાનું કલાકારી દેખાડી છે.ટેક્નોલોજીની સાથે જ સમાજ ઉપયોગી નીવડે એવા સંખ્યાબંધ પ્રોજેક્ટ ટેક્નોફેસ્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
શાળાના વિદ્યાર્થીઓ પણ ડંગ રહી ગયા હતા.
હાલ સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી SVNIT કોલેજ માં રોબોટીક્સ ઈવેન્ટથી માંડીને રોજીંદી પ્રવૃત્તિઓમાં ઉપયોગી થાય એવા વર્કિંગ મોડલની ઝલક દેખાઇ છે, જે અંતર્ગત દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક એવી એસ વી એન આઇટીમાં ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો દ્વારા આયોજિત વિક્રમસારાભાઇ સ્પેસ એક્ઝીબીશનમાં યુવા ટેક્નોક્રેટે બનાવેલા હાઇટેક રોબોટ, એરાફ્ટ,ડ્રોન, નિહાળીને આવનારા દર્શકો ,મેહમાનો, શાળાના વિદ્યાર્થીઓ પણ ડંગ રહી ગયા હતા.
સેમેસ્ટર-૩ના વિદ્યાર્થીઓએ એક્સપાર્ટર એરફાસ્ટ પ્રદર્શનમાં મુક્યુ
એસ વી એન આઇટીના બીટેક્ મિકેનિકલ બ્રાન્ચના સેમેસ્ટર-૩ના વિદ્યાર્થીઓએ એક્સપાર્ટર એરફાસ્ટ પ્રદર્શનમાં મુક્યુ હતુ.આ અંગે એક વિદ્યાર્થી એ જણાવ્યું હતું કે સિનિયર વિધાર્થીઓની મદદથી બે વર્ષની જહેમત બાદ એરક્રાફટ તૈયાર થયું છે.જેને મેન્યુફેક્ચરીંગ કરતા ૩ થી ૪ મહિના લાગ્યા છે. રિમોટ કંટ્રોલની મદદથી ૨ કિલોમિટરની રેન્જમાં એરક્રાફટ ઉડી શકે છે. એક ટ્રોપ્યુલર બેટરીની મદદથી ક્રાફટ ઉડે છે. ૧૦ કિલો વજન વહન કરી શકે છે. ૩ કિલો વજનનું આ કાફટ મોડલ ચેન્નાઇ ટેસ્ટમાં રજૂ થયુ હતુ અને દેશમાં ૭મા ક્રમે રહ્યુ હતુ.
જીપીએસ મોડલને આધારે ડ્રોન કામગીરી કરે છે
મિકેનિકલ બ્રાન્ચના વિધાર્થીઓએ હાઇટેક અને રિમોટ કંટ્રોલ વિના સ્વયંભૂ ઊડે એવું ઓટોનોમસ ડ્રોન બનાવ્યું છે. જે જીપીએસ મોડલને આધારે ડ્રોન કામગીરી કરે છે. કોડ થકી ડ્રોનને પોતાની પસંદગીના સ્થળે મોકલી શકાય છે. ડ્રોન ઉડતું હોય ત્યારે પણ ટ્રાન્સમીટર અને વાઇફાઇને આધારે કોડ આપી તેને આદેશ આપી શકાય છે,૨ હજાર એમએએચ બેટરીને આધારે ડ્રોન ૧૦ મિનિટ સુધી ઉડી શકે છે. મેન્યુઅલ હોય તો ૨ ક્લિોમિટરની રેન્જમાં ઉડે છે, અને આની રિસર્ચ માટે ૪ મહિના લાગ્યા હોવાનું વિદ્યાર્થી એ જણાવ્યું છે.
ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થી પંજ બોરાડેએ તૈયાર કર્યો 
ઇ.સી. બ્રાન્ચમાં ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થી પંજ બોરાડેએ તૈયાર કરેલો રોબોટ શીવા 3.4 પ્રદર્શનમાં આર્ષણનું કેન્દ્ર બન્યો હતો, પંકજ બોરાડે ખુદ ધો-૮માં અભ્યાસ કરતો હતો ત્યારે 2015  સાલમાં પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી હતી. આ હાઇટેક રોબોટ પોતાને મળતા કમાન્ડને આધારે ડાન્સ કરે છે. વોક કરે છે. ફૂટબોલની જેમ કીક મારે છે, હેન્ડસેક કરે છે અને પોતાનું નામ પણ બોલે છે. કોમ્પ્યુટર અને મોબાઇલ એપ્લીકેશનથી રોબોટને આદેશ આપી શકાય છે. ૨૦થી વધારે કમાન્ડ પર કામ કરે છે. ૮૦ ગ્રામ વજન ઊંચકી શકે છે આ શિવ રોબટ.વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા 15 થી વધારે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે, એલ્મની એસોસિયેશન અને થિન્ક ઇન્ડિયા દ્વારા આ એકઝીબીશન નું આયોજન SVNIT ની અંદર કરવામાં આવ્યું હતું.
આ પણ  વાંચો- PM મોદીના માતાશ્રી હીરાબાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
EngineeringCollegesGujaratFirstProjectTechnofestSouthGujaratstudentSuratTechnofest
Next Article