Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદ્યાર્થીઓએ ગ્રામજનો પાસેથી રૂ.51હજાર એકત્ર કરી સૈનિક કલ્યાણ કચેરી ભુજને સુપ્રત કર્યા

આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભૂત ખમીર બતાવી પવિત્ર માતૃભુમિના રક્ષણ કરે છે. ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શોનું રક્ષણ કરવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી તથા આપણા મસ્તક ઉન્નત રાખવા સૈનિકો પોતે બધાજ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તૈયાર હોય છે.તેઓના તથા શહીદોના નિરàª
12:39 PM Dec 15, 2022 IST | Vipul Pandya
આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભૂત ખમીર બતાવી પવિત્ર માતૃભુમિના રક્ષણ કરે છે. ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શોનું રક્ષણ કરવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી તથા આપણા મસ્તક ઉન્નત રાખવા સૈનિકો પોતે બધાજ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તૈયાર હોય છે.
તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરનાર સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, લોડાઈના વિદ્યાર્થીઓએ સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી એક જ દિવસમાં રૂ. 51,000 રૂપિયા એકાવન હજાર પુરા જેવી માતબાર રકમ સૈનિક કલ્યાણ કચેરી ભુજને સુપ્રત  કરી હતી.ભંડોળ સુપ્રત કર્યાના યાદગારી રૂપે સ્મૃતિ ચિહ્ન એનાયત કરી 
ભુજ જિલ્લા કલેક્ટરશ્રીએ તેમજ  મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી ભરતસિંહ ચાવડાએ આચાર્યશ્રી તથા સ્કૂલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને સમગ્ર ગ્રામજનોનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, શાળાના આચાર્યશ્રી શિવુભા ભાટી તેમજ NSS યુનિટના સભ્યો હાજર રહ્યા હતા. 
આ પણ  વાંચો-મધ્ય ગુજરાતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં મગરોની સ્થિતિ દયનિય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhujGujaratGujaratFirstSoldierWelfareStudentsvillagers
Next Article