Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફીલ્ડિંગ દરમિયાન શ્રીલંકાના ખેલાડીને છાતીમાં શરૂ થયો દુખાવો, હોસ્પિટલમાં કરાયો દાખલ

શ્રીલંકા અને બાંગ્લાદેશ (BAN vs SL ટેસ્ટ) વચ્ચે શેરે-એ-બાંગ્લામાં બીજી ટેસ્ટ રમાઇ રહી છે. જેના પહેલા જ દિવસે શ્રીલંકાના એક ખેલાડી કુશલ મેન્ડિસને અચાનક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, શ્રીલંકાના આ બેટ્સમેનને અચાનક છાતીમાં દુખાવો શરૂ થઇ ગયો હતો, જેના કારણે સાવચેતીના ભાગરૂપે તેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. જ્યા ડૉક્ટર તેની સારવાર કરી રહ્યા છે. એક રિપોàª
ફીલ્ડિંગ દરમિયાન શ્રીલંકાના ખેલાડીને છાતીમાં શરૂ થયો દુખાવો  હોસ્પિટલમાં કરાયો દાખલ
શ્રીલંકા અને બાંગ્લાદેશ (BAN vs SL ટેસ્ટ) વચ્ચે શેરે-એ-બાંગ્લામાં બીજી ટેસ્ટ રમાઇ રહી છે. જેના પહેલા જ દિવસે શ્રીલંકાના એક ખેલાડી કુશલ મેન્ડિસને અચાનક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, શ્રીલંકાના આ બેટ્સમેનને અચાનક છાતીમાં દુખાવો શરૂ થઇ ગયો હતો, જેના કારણે સાવચેતીના ભાગરૂપે તેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. જ્યા ડૉક્ટર તેની સારવાર કરી રહ્યા છે. 
એક રિપોર્ટ અનુસાર, મેન્ડિસની હાલ ઢાકાની એક હોસ્પિટલમાં દેખરેખ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આ ઘટના બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે લંચના અંતરાલ બાદ બની હતી. 23મી ઓવર દરમિયાન, 27 વર્ષીય કુશલ મેન્ડિસ સ્લિપ કાર્ડનમાં ફિલ્ડીંગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો. ફિઝિયો મેદાન પર આવ્યા પછી મેન્ડિસ તેની છાતી પકડીને તેમને બતાવ્યું કે તેને કેટલો દુખાવો થઇ રહ્યો છે. જોકે, રાહતની વાત એ રહી કે આ દરમિયાન સમય વધુ ખરાબ કર્યા વિના જ તેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. 
એક અહેવાલ અનુસાર, BCB ડૉક્ટર મંજૂર હુસૈન ચૌધરીએ જણાવ્યું હતું કે, મેન્ડિસને તેની સ્થિતિના 'યોગ્ય નિદાન અને વધુ સારા સંચાલન' માટે હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. ચૌધરીએ ધ્યાન દોર્યું કે, મેન્ડિસ મેચ પહેલા ડીહાઈડ્રેશનથી પીડાઈ રહ્યો હતો, જે કદાચ બેટ્સમેનની અસ્વસ્થતાનું કારણ હોઈ શકે છે, જ્યારે કે તે ગેસ્ટ્રાઈટિસનો કેસ પણ હોઈ શકે છે. કુશલ કેટલો સમય હોસ્પિટલમાં વિતાવશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
મેન્ડિસે પ્રથમ ટેસ્ટમાં કેટલીક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી અને 54 અને 48 રન બનાવ્યા હતા. જેણે શ્રીલંકાને ચટગાંવમાં મેચ ડ્રો કરવામાં મદદ કરી હતી. ઈમરજન્સીના કારણે મેદાન છોડનાર મેન્ડિસ પ્રથમ ખેલાડી નથી. પ્રથમ ટેસ્ટમાં અમ્પાયર રિચર્ડ કેટલબરોએ ભારે ગરમીને કારણે મેદાન છોડવું પડ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.