તુર્કીમાં આવેલા ભૂકંપમાં રમત-જગત પણ થયું પ્રભાવિત, આ ખેલાડીઓ કાટમાળ નીચે દટાયા...
સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં લગભગ 5 હજાર જેટલા લોકોના મોત થયા છે અને 26,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9:45 વાગ્યે આવેલા ભૂકંપ બાદ તુર્કીમાં મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો 3,381 થઈ ગયો છે. જો આપણે સીરિયાની વાત કરીએ તો સરકાર અને વિપક્ષ દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં મૃતકોની સંખ્યા વધીને 1,509 થઈ ગઈ છે, જેની માહિતી ત્યાંના અà
સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં લગભગ 5 હજાર જેટલા લોકોના મોત થયા છે અને 26,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9:45 વાગ્યે આવેલા ભૂકંપ બાદ તુર્કીમાં મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો 3,381 થઈ ગયો છે. જો આપણે સીરિયાની વાત કરીએ તો સરકાર અને વિપક્ષ દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં મૃતકોની સંખ્યા વધીને 1,509 થઈ ગઈ છે, જેની માહિતી ત્યાંના અધિકારીઓએ ન્યૂઝ એજન્સી CNN ને આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સીરિયામાં ઓછામાં ઓછા 3,548 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. વળી એવી માહિતી પણ સામે આવી છે કે, તુર્કીમાં આવેલા ભૂકંપમાં રમત-જગત પણ પ્રભાવિત થયું છે.
પૂર્વ ચેલ્સી અને ન્યૂકેસલ ફૂટબોલર ક્રિશ્ચિયન અત્સુ ગુમ
સોમવારે તુર્કીમાં આવેલા ભૂકંપથી આખી દુનિયા હચમચી ઉઠી હતી. ભૂકંપના કારણે અનેક જીવન બરબાદ થયા હતા. હજારો લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટનામાં પૂર્વ ચેલ્સી અને ન્યૂકેસલ ફૂટબોલર ક્રિશ્ચિયન અત્સુ ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું. એવી આશંકા છે કે તે ભૂકંપના કારણે પડી ગયેલી ઈમારતોના કાટમાળ નીચે ક્યાંક દટાઈ ગયા હશે. અત્સુ, ઘાનાનો એક ખેલાડી જે તુર્કી ક્લબ હેટેસપોર માટે રમે છે, તે ભૂકંપ બાદથી ગુમ છે. અત્સુએ ક્લબના પ્રવક્તા મુસ્તફા ઓઝતને જણાવ્યું હતું કે તેઓ જે મકાનમાં હતા તે ભૂકંપના કારણે નાશ પામ્યા હતા. પરંતુ હવે તેને હેતાય પ્રાંતમાં એક ઈમારતના કાટમાળમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. તેને ઘણી ઈજાઓ થઈ છે. તેની તુર્કી ક્લબ હેટ્સપોરના મેનેજર મુસ્તફા ઓઝતે મંગળવારે ટર્કિશ રેડિયોને આ માહિતી આપી હતી. તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 5 હજાર લોકોના મોત થયા હતા. 31 વર્ષીય ઘાના ખેલાડી અને તેના સ્પોર્ટિંગ ડાયરેક્ટર તનેર સાવત કાટમાળમાં ફસાયા હતા.
કાટમાળમાં ઘણા એથ્લેટ્સ ફસાયેલા છે
તુર્કીમાં હાલમાં પણ હજારો લોકો ગુમ છે. ઘણા લોકો હજુ પણ દિવાલો અને કાટમાળ નીચે ફસાયેલા છે. તુર્કી રેસલિંગ ફેડરેશને અહેવાલ આપ્યો છે કે, કહારનમારાસ ભૂકંપમાં કાટમાળમાંથી અત્યાર સુધીમાં આઠ કુસ્તીબાજોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ ઘણા એથ્લેટ્સ કાટમાળમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. કહારનમારાસ નગરપાલિકાએ રમતવીરોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. રાષ્ટ્રીય કુસ્તીબાજ તાહા અકગુલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં ડઝનેક એથ્લેટ્સ હતા. ભૂકંપમાં આ ઈમારત ધરાશાયી થઈ હતી. તુર્કી રેસલિંગ ફેડરેશને જાહેરાત કરી છે કે તેમનું બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે, અત્યાર સુધીમાં 8 એથ્લેટ્સ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
હજારો લોકોના મોત
સોમવારે તુર્કી અને પડોશી સીરિયામાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં 5 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ભૂકંપથી દેશની ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે બચાવકર્મીઓ હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દટાયેલા મળી રહ્યા છે. બંને દેશોમાં એક સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કી બીજા દિવસે પણ હચમચી ઉઠ્યું
આ સમયે તુર્કી અને સીરિયામાં શિયાળાની ઋતુ છે. ભૂકંપના કારણે લોકોને ઘરની બહાર રહેવાની ફરજ પડી રહી છે. લાખો લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂકંપ બાદ ભારતે બંને દેશોની મદદ માટે NDRFની ટીમ પણ ત્યાં મોકલી છે. ભારતના વડાપ્રધાને પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તુર્કીમાં આજે એટલે કે મંગળવારે પણ બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે 5.4 અને 5.9ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement