Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

10 કિમી સુધી વિસ્ફોટનો અવાજ, મોતનું દ્રશ્ય જોઈ લોકો ડરી ગયાં

હાપુર ફેક્ટરી બ્લાસ્ટ ઘટનામાં કેટલાક વીડિયો સામે આવ્યાં છે. ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની અનેક ફેક્ટરીઓની છત ઉડી ગઈ હતી. એટલું જ નહીં 10 કિમી સુધીના વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રોનિક સામાન બનાવતી ફેક્ટરીમાં ગુપ્ત રીતે કેટલીક વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં આવી રહી હોવાની શક્યતા છે. અવાજ 10 કિમી દૂર સુધી સંભળાયો યુપીના હાપુડ જિ
10 કિમી સુધી વિસ્ફોટનો અવાજ  મોતનું દ્રશ્ય જોઈ લોકો ડરી ગયાં
હાપુર ફેક્ટરી બ્લાસ્ટ ઘટનામાં કેટલાક વીડિયો સામે આવ્યાં છે. ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની અનેક ફેક્ટરીઓની છત ઉડી ગઈ હતી. એટલું જ નહીં 10 કિમી સુધીના વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રોનિક સામાન બનાવતી ફેક્ટરીમાં ગુપ્ત રીતે કેટલીક વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં આવી રહી હોવાની શક્યતા છે. 

અવાજ 10 કિમી દૂર સુધી સંભળાયો 
યુપીના હાપુડ જિલ્લાના ધૌલાના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજમાં ઘટનાની તીવ્રતા જોઈ શકાય છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીના ટીનશેડ ઉડવા સાથે કામદારોમાં હોબાળો મચી ગયો. બપોરે 3 વાગે ઉત્તર પ્રદેશ રાજ્ય ઔદ્યોગિક પ્રાધિકરણ વિસ્તારમાં રમકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 10 કિમી દૂર સુધી સંભળાયો હતો.
Advertisement


સી.એમ યોગીએ શોક વ્યક્ત કર્યો 
અકસ્માત પર સીએમ યોગીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાપુર અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

CCTV ફૂટેજમાં બ્લાસ્ટને કારણે અરેરાટી 
ફેક્ટરીની બહાર લાગેલા CCTV ફૂટેજમાં બ્લાસ્ટને કારણે ફેક્ટરીના ટીનશેડ ઉડતા જોઈ શકાય છે. ટીનશેડના ટુકડાઓ સાથે, સંભવતઃ માનવ શરીરના કેટલાક ટુકડાઓ પણ ઉપરથી નીચે પડતા જોવા મળે છે. જેના કારણે આસપાસના લોકો ધ્રૂજી ઉઠે છે અને દોડતા જોવા મળે છે. જોરદાર અવાજ સાથે દીવાલના કાચ પણ ઉડી ગયા છે. કેટલાક ઘાયલ કામદારોએ અકસ્માતગ્રસ્ત ફેક્ટરીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ પણ કર્યો હતો. બીજી તરફ ભડકેલી આગમાં અંદર ફસાયેલા અડધો ડઝન મજૂરો બળીને ભડથું થવા લાગ્યા હતા.
તૂટેલી દિવાલમાંથી ભાગી રહેલા કામદારો
અક્સમાત સમયે ફેક્ટરીનો મેઈન ગેટ બહારની બાજુથી જ બંધ હતો. આથી અંદર આગથી ભૂંજાઇ ગયા હતાં. ઘણાં મૃતદેહો પરથી દેખાય છે કે વિસ્ફોટ થયો ત્યારે અંદરની આગથી દાઝી ગયેલા ઘણા લોકો વિસ્ફોટમાં તૂટેલી દિવાલોમાંથી બહાર નીકળવાની કોશિશ કરતાં હશે અને  લાચાર હાલતમાં જમીન પર પડી ગયા. લાચારીનું આવું દ્રશ્ય જોઈને ત્યાં મદદ માટે આવેલા લોકોનો આત્મા પણ કંપી ઉઠ્યો.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ફેક્ટરીની અંદરથી લોકોના ક્ષતવિક્ષત મૃતદેહો મળી આવ્યા હતા. આગમાં બળીને ખાખ થઈ ગયેલાં ઘણાં મૃતદેહો સંપૂર્ણપણે હાડપિંજરમાં ફેરવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. 
લાંબા કારતૂસ જેવી વસ્તુઓ મળી
અકસ્માત સમયે આગમાં બળીને ખાખ થઈ જતાં મૃતદેહો સંપૂર્ણપણે હાડપિંજરમાં ફેરવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. જ્યારે ઘાયલોની સંખ્યા 19થી વધુ થઈ ગઈ છે.તાજેતરમાં તેણે આ ફેક્ટરી હાપુડના રહેવાસી વસીમ નામના વ્યક્તિને ભાડે આપી હતી. આઈજી પ્રવીણ કુમારે જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ ફેક્ટરીના માલિકનું નામ દિલશાદ છે, જે મેરઠનો રહેવાસી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં ફેક્ટરીની અંદર અને બહાર કેટલાક પ્લાસ્ટિકના લાંબા કારતૂસ જેવી વસ્તુઓ મળી આવી છે. બંદૂકોમાં ઉપયોગમાં લેવાતા કારતુસ પણ અહીં બનાવવામાં આવતા હતા. કદાચ તેનો ઉપયોગ રમકડાની બંદૂકોમાં ઉપયોગમાં લેવાતા કારતુસ અહીં બનાવવામાં આવતા હતા. કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
ફોરેન્સિક રિપોર્ટની રાહ 
ઔદ્યોગિક વિસ્તારમાંપહોંચેલા હાપુર ડીએમ મેધા રૂપમનું કહેવું છે કે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.કારખાનામાં શું ચાલી રહ્યું હતું તે જાણવા માટે? હાલમાં આસપાસના ઉદ્યોગોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આ કેસમાં આ અક્સમાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. 
 
Advertisement
Tags :
Advertisement

.