Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે IPLની 16મી સિઝનનું શેડ્યૂલ જાહેર થશે, જાણો ક્યારે રમાશે પહેલી મેચ!

તમામ ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક સમાચાર અનુસાર, આગામી સિઝનના સમગ્ર શેડ્યૂલની જાહેરાત IPLની સત્તાવાર વેબસાઇટ પર 17 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમ સિઝનની પ્રથમ મેચ રમતા જોવા મળશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તે કઈ ટીમ સામે રમશે તે તો શેડ્યૂલ જાહેર થયા બાદ જ ખબર પડશે.વિમેન્સ પ્રીમ
આજે iplની 16મી સિઝનનું શેડ્યૂલ જાહેર થશે  જાણો ક્યારે રમાશે પહેલી મેચ

તમામ ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક સમાચાર અનુસાર, આગામી સિઝનના સમગ્ર શેડ્યૂલની જાહેરાત IPLની સત્તાવાર વેબસાઇટ પર 17 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમ સિઝનની પ્રથમ મેચ રમતા જોવા મળશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તે કઈ ટીમ સામે રમશે તે તો શેડ્યૂલ જાહેર થયા બાદ જ ખબર પડશે.

Advertisement

વિમેન્સ પ્રીમિયર લીગ સીઝનની પ્રથમ મેચ 4 માર્ચે રમાશે 
BCCIએ થોડા દિવસો પહેલા વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) ની પ્રથમ આવૃત્તિના સમયપત્રકની જાહેરાત કરી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ સીઝનની પ્રથમ મેચ 4 માર્ચે રમાશે જ્યારે ફાઈનલ 26 માર્ચે રમાશે. આ પછી જ IPL સિઝન શરૂ થશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તરફથી રમતા જોવા મળશે
IPLની 16મી સિઝન વધુ રોમાંચક બનવા જઈ રહી છે જેમાં મિની ઓક્શન દરમિયાન ઘણી ટીમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા. જ્યાં અનુભવી બેટ્સમેન શિખર ધવન કિંગ્સ ઈલેવન પંજાબની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે તો બેન સ્ટોક્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તરફથી રમતા જોવા મળશે.
ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના ઉમેરા બાદ આ T20 લીગ વધુ મોટી બની હતી. બંને નવી ટીમોએ છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, જેમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સિઝનમાં ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
સેમ કરન મિની ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો
આગામી સિઝન માટે મિની ઓક્શનમાં સૌથી મોંઘી બોલી ઈંગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર સેમ કરન માટે લગાવવામાં આવી હતી. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 18.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.