Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડોલર સામે રૂપિયો આજે એકવાર ફરી તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો

યુએસ ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 82.88 પર પહોંચ્યો છે. રૂપિયો સતત ઘટાડાના જૂના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં ફરી એકવાર રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટાડા સાથે રૂપિયો ફરી એકવાર ડૉલરની સરખામણીએ સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.US ડોલરની સરખામણીએ આજે રૂપિયો 9 પૈસા ઘટ્યોતાજેતરમાં નાણામંત્રી અમેરિકાના પ્રવાસે હતા. ત્યાં પત્ર
ડોલર સામે રૂપિયો આજે એકવાર ફરી તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો
યુએસ ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 82.88 પર પહોંચ્યો છે. રૂપિયો સતત ઘટાડાના જૂના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં ફરી એકવાર રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટાડા સાથે રૂપિયો ફરી એકવાર ડૉલરની સરખામણીએ સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.
US ડોલરની સરખામણીએ આજે રૂપિયો 9 પૈસા ઘટ્યો
તાજેતરમાં નાણામંત્રી અમેરિકાના પ્રવાસે હતા. ત્યાં પત્રકારો સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને રૂપિયાના ઘટાડાને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, “રૂપિયો નથી ગગડી રહ્યો, પરંતુ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. ડોલરની બાજુમાં અન્ય તમામ કરન્સીની સ્થિતિ સમાન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આજે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડૉલરની સરખામણીમાં રૂપિયો 9 પૈસા ઘટીને 82.88 રૂપિયાના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ખુલ્યો છે. અગાઉ, 2 નવેમ્બર, બુધવારના રોજ છેલ્લા કારોબારી દિવસે, યુએસ ડોલર સામે રૂપિયો 10 પૈસાની નબળાઈ સાથે રૂ. 82.79 પર બંધ થયો હતો. મહત્વનું છે કે, રૂપિયામાં સતત ઘટાડાને રોકવા માટે રિઝર્વ બેંકે ભૂતકાળમાં અનેક પગલાં લીધાં છે.
રિઝર્વ બેંકે ભૂતકાળમાં ઘણા પગલા લીધા
રૂપિયામાં સતત ઘટાડા પર લગામ લગાવવા માટે રિઝર્વ બેંકે ભૂતકાળમાં ઘણા પગલાં લીધા છે, પરંતુ તેનું પરિણામ બહુ ઓછું જોવા મળ્યું છે. રૂપિયો સતત નબળાઈ સાથે કારોબાર કરી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં 11 ટકાનો ઘટાડો થયો છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારતનો વિદેશી મુદ્રા ભંડાર બે વર્ષના નીચલા સ્તરે આવ્યા બાદ ડોલરની માંગ વધી રહી છે અને રૂપિયોની સુસ્તી અટકવાનું નામ નથી લઈ રહી.
Advertisement

ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર?
રૂપિયો નબળો પડવાથી દેશમાં આયાત મોંઘી થશે. જેના કારણે વિદેશથી આવતી ચીજવસ્તુઓ જેવી કે ક્રૂડ ઓઈલ, મોબાઈલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વગેરે મોંઘી થશે. જો રૂપિયો નબળો પડશે તો અભ્યાસ, સારવાર અને વિદેશ પ્રવાસ મોંઘો થઈ જશે. 
ડોલરની માંગ અને પુરવઠાના આધારે રૂપિયાની કિંમત નક્કી થાય છે
નોંધપાત્ર રીતે, રૂપિયાની કિંમત ડોલર સામે તેની માંગ અને પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવે છે. તેની સાથે દેશની આયાત અને નિકાસને પણ અસર કરે છે. દરેક દેશ પોતાનો વિદેશી હૂંડિયામણ અનામત રાખે છે. આની મદદથી તે દેશમાં આયાત થતા માલની ચૂકવણી કરે છે. દર અઠવાડિયે રિઝર્વ બેંક તેનાથી સંબંધિત ડેટા જાહેર કરે છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ શું છે અને તે દરમિયાન દેશમાં ડોલરની માંગ શું છે તે પણ રૂપિયાની મજબૂતાઈ કે નબળાઈ નક્કી કરે છે.
Tags :
Advertisement

.