Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રૂપિયા પાણીમાં ! બેંકમાં રહેલાં 42 લાખ કેશ જુઓ કેવી રીતે સડી ગયા...

કાનપુરમાં પંજાબ નેશનલ બેંક (PNB)ની પાંડુ નગર શાખામાં રાખેલા 42 લાખ રૂપિયા પાણીમાં વહી ગયા. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની ટીમે બેંકની કરન્સી ચેસ્ટનું નિરીક્ષણ કર્યું. 42 લાખ રૂપિયાની નોટો પાણીમાં સડી ગઈજો લોકો તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવે છે. પરંતુ બેંકો કેટલી બેજવાબદારીપૂર્વક પોતાની પાસે રાખેલી નોટોને સાચવી રાખે છે, તેનો એàª
રૂપિયા પાણીમાં   બેંકમાં રહેલાં 42 લાખ કેશ જુઓ કેવી રીતે સડી ગયા
કાનપુરમાં પંજાબ નેશનલ બેંક (PNB)ની પાંડુ નગર શાખામાં રાખેલા 42 લાખ રૂપિયા પાણીમાં વહી ગયા. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની ટીમે બેંકની કરન્સી ચેસ્ટનું નિરીક્ષણ કર્યું. 

42 લાખ રૂપિયાની નોટો પાણીમાં સડી ગઈ
જો લોકો તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવે છે. પરંતુ બેંકો કેટલી બેજવાબદારીપૂર્વક પોતાની પાસે રાખેલી નોટોને સાચવી રાખે છે, તેનો એક નજારો ઉત્તર પ્રદેશના કાનપુરમાં જોવા મળ્યો છે. શહેરના પાંડુ નગર સ્થિત પંજાબ નેશનલ બેંકની પાડુંરંગ શાખામાં રાખવામાં આવેલી કરન્સી ચેસ્ટમાં 42 લાખ રૂપિયાની નોટો પાણીમાં સડી ગઈ હતી. 

તળિયે રાખવામાં આવેલી નોટો ચેક કરી ન હતી
બન્યું એવું કે 3 મહિના પહેલા આ નોટો બેંકમાં જમા થઇ હતી પણ જગ્યા અને તિજોરીની અછતના  એક બોક્સમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન કોઈ કારણસર બોક્સમાં પાણી જતું રહ્યું હતું. બેંકના કર્મચારીઓએ બોક્સમાં સૌથી ઉપરની નોટો તો  જોઈ, પરંતુ તળિયે રાખવામાં આવેલી નોટો ચેક કરી ન હતી,  તેઓએ વિચાર્યું કે પાણી સુકાઈ ગયું હશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ટીમ ઈન્સ્પેક્શન માટે આવી
સૂત્રોએ જણાવ્યું કે બેંકની તિજોરીમાં જગ્યા બચી ન હતી. રોકડ વધી જતાં નોટો બોક્સમાં ભરીને દિવાલ પાસે રાખવામાં આવતી હતી. અહીં વરસાદમાં બેઝમેન્ટની દીવાલમાં વધુ પડતા ભેજના ભીનાશને કારણે પાણી ડબ્બામાં ગયું હતું. લાંબા સમય સુધી બોક્સ ન દેખાયું તો 42 લાખનું ચલણ ખોવાઈ ગયું.દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ટીમ ઈન્સ્પેક્શન માટે આવી હતી.જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે આ મામલો ઉપરોક્ત અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. જેના માટે બીજી ટીમ ફરી આવી હતી.આ તપાસ બાદ PNBની વિજિલન્સ ટીમે પણ તપાસ શરૂ કરી હતી. સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે આખરે નોટોની કાળજી કેમ લેવામાં આવી નથી?
 
PNB તરફથી કોઈ અધિકારી વાત કરવા તૈયાર નથી
બંને રિપોર્ટ બાદ PNBના ઉચ્ચ અધિકારીઓએ પાંડુ નગર શાખાના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં સિનિયર મેનેજર દેવીશંકર, મેનેજર આસારામ, ચેસ્ટ ઓફિસર રાકેશ કુમાર અને સિનિયર મેનેજર ભાસ્કર કુમાર ભાર્ગવ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દેવીશંકરે 25 જુલાઈના રોજ જ પાંડુનગર શાખામાં કામ સંભાળ્યું હતું. જ્યારે નોટ સડવાની ઘટના તેમના આવવા પહેલા બની હતી. હાલમાં PNB તરફથી કોઈ અધિકારી વાત કરવા તૈયાર નથી. જ્યારે પંજાબ નેશનલ બેંકના સર્કલ હેડને આ બાબતે ચર્ચા કરવા માટે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.
 
Advertisement
Tags :
Advertisement

.