Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નર્મદામાં નવા નીર આવતા ભરુચવાસીઓએ તિરંગા સાથે નર્મદા મૈયાની કરી આરતી

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી પાંચ દરવાજા ખોલી ૧.૪૫૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે સતત સપાટીમાં વધારો થતા ગોલ્ડન બ્રિજની સપાટી ૧૯ ફૂટે પહોંચી છે.ભરૂચ જિલ્લામાં સતત નર્મદા નદી સીઝનમાં ત્રીજી વખત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.  ઉપરવાસમાં ભારે વરસાદના કારàª
નર્મદામાં નવા નીર આવતા ભરુચવાસીઓએ તિરંગા સાથે નર્મદા મૈયાની કરી આરતી
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી પાંચ દરવાજા ખોલી ૧.૪૫૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે સતત સપાટીમાં વધારો થતા ગોલ્ડન બ્રિજની સપાટી ૧૯ ફૂટે પહોંચી છે.
Image preview
ભરૂચ જિલ્લામાં સતત નર્મદા નદી સીઝનમાં ત્રીજી વખત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત ડેમમાં પાણીની આવક થઈ રહી છે ત્યારે એક માસ અગાઉ કરજણ ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી અને ગઈકાલથી જ સરદાર સરોવર ડેમમાંથી પાંચ દરવાજા ખોલી ૧.૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં નવા નીર આવવાના કારણે  નર્મદા નદી ખળખળ વહેતી થઈ છે.ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે સાથે જ ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો થતા પાણી સવારે ૧૩ ફૂટ હતું જે સાંજે ૧૯ ફૂટને પહોંચ્યું છે જેના પગલે નર્મદા નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે.
Image preview
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નર્મદા નદીના કાંઠા વિસ્તાર ઉપર આવેલા ગામોના લોકોને પણ એલર્ટ કરવા સાથે સાવચેત રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના વહેણમાં વધારો થતા નર્મદા નદી ભરપૂર જોવા મળી રહી છે. નર્મદા નદી તેના અસલ સ્વરૂપમાં વહેતી જોવા મળી રહી છે. નર્મદા નદીમાં નવા નીર આવતા માછીમારોને પણ રોજગારીની આશાઓ બંધાઈ રહી છે. નવા નિર દરિયાના પાણી ભેગા થવાના કારણે વધુ માછલીનું ઉત્પાદન થતું હોવાની માન્યતાઓ રહેલી છે.
સમગ્ર ભારત દેશમાં ૭૫માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાઓના આયોજન થઈ રહ્યા છે. ભરૂચની નર્મદા નદીમાં નવા નીરની આવક થતા નર્મદા નદી સતત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે જેના પગલે ગાયત્રી મંદિરના ઘાટ ઉપર વિશ્વ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા હર ઘર તિરંગા સાથે હજારો ભક્તોએ તિરંગા સાથે નર્મદા મૈયાની આરતી કરી હતી. ગાયત્રી મંદિર નો ઘાટ પણ તિરંગા સાથે ઉભરાઇ ગયો હતો.  મોટી સંખ્યામાં ભક્તોએ તિરંગા સાથે પાવન સલીલા નર્મદા મૈયાની આરતી કરી ધન્યતા અનુભવી હતી.
Image preview
 
Advertisement
Tags :
Advertisement

.