Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીધામ સંકુલમાં સનસનાટીભરી રુપિયા 40 લાખની આંગડિયા લુંટની ઘટનાથી પોલીસના પ્રતિષ્ઠા લાગી દાવ પર

સતાવાર વિગતો મુજબ શહેરના ગાંધી માર્કેટમાં આવેલી પૂર્ણિમા આંગડિયા પેઢીના કર્મચારી ઉત્તમ પ્રજાપતિ  પોતાનું રોજિંદું કાર્ય સંપન્ન કરી  રાત્રિના સવા આઠ વાગ્યે  40 લાખની રોકડ ભરેલો થેલો લઇને એક્ટિવા પર બેસીને પોતાના ઘરે પહોંચ્યા હતા. શહેરના ચાર કલેકટર રોડ ચાર રસ્તા નજીક કેરેલીયન શાળાના સામેના ભાગે આવેલા અપનાનગર મકાન નં. 150/બીમાં  વાહન ઊભું રાખતાંની સાથે પાછળથી  આવેલા બે અજાણ્યા   શà
09:52 AM Jan 29, 2023 IST | Vipul Pandya
સતાવાર વિગતો મુજબ શહેરના ગાંધી માર્કેટમાં આવેલી પૂર્ણિમા આંગડિયા પેઢીના કર્મચારી ઉત્તમ પ્રજાપતિ  પોતાનું રોજિંદું કાર્ય સંપન્ન કરી  રાત્રિના સવા આઠ વાગ્યે  40 લાખની રોકડ ભરેલો થેલો લઇને એક્ટિવા પર બેસીને પોતાના ઘરે પહોંચ્યા હતા. શહેરના ચાર કલેકટર રોડ ચાર રસ્તા નજીક કેરેલીયન શાળાના સામેના ભાગે આવેલા અપનાનગર મકાન નં. 150/બીમાં  વાહન ઊભું રાખતાંની સાથે પાછળથી  આવેલા બે અજાણ્યા   શખ્સોએ ગોળીબાર કર્યો હતો અને રોકડ ભરેલો થેલો  ઝૂંટવી નાસી છુટયા હતા. લૂંટારુ  સાથે ઝપાઝપી અને બચાવના પ્રયાસને પગલે  આંગડિયા પેઢીના કર્મચારીને પગના ભાગે બંદૂકની ગોળીથી ઈજા પહોંચી હતી. ભોગ બનનાર ઈજાગ્રસ્તને  સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં  પ્રાથમિક સારવાર અપાયા બાદ  ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.  
પોલીસના જણાવ્યા પ્રમાણે  બન્ને આરોપીઓ બનાવ સ્થળથી થોડે દૂર વાહન ઊભું રાખીને પગે ચાલીને ભોગ બનનારના ઘરમાં પ્રવેશ્યા હતા.  લૂંટાયેલા થેલામાં  40 લાખ રોકડા ઉપરાંત મોબાઈલ અને અન્ય કાગળો હોવાનું બહાર આવ્યું છે.  ધમધમતા વિસ્તારમાં ફાયરિંગના અવાજની સાથે આજુબાજુમાં રહેતા નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લૂંટારુઓ આ બનાવને અંજામ આપ્યા બાદ બંદૂક ફેરવતાં-ફેરવતાં પગે ચાલીને દ્વિચક્રીય વાહન સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યુ હતું.   લૂંટના બનાવને લઈને પૂર્વ કચ્છ એલ.સી.બી સહિતની પોલીસની ટીમે ઘટના સ્થળે ધસી  ગઈ હતી. હાલ પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ, નાકાબંધી સહિતની દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો  છે. ગાંધીધામમાં ભુતકાળમાં પણ આંગડિયા લુટના  બનાવો બન્યા છે. જેના ભેદ ઉકેલાયા નથી. આ સ્થિતીમાં વધુ એક ઘટનાએ કાયદાને મોટો પડકાર આપવા સાથે પોલીસની પ્રતિષ્ઠાને પણ  દાવ પર લગાવી દીધી છે. 
આ પણ વાંચોઃ વાઘોડિયામાં બે સગ્ગા ભાઇઓ માતાની નજર સામેજ ડૂબીને મોતને ભેટ્યા, સમગ્ર પંથકમાં શોકનો માહોલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
GandhidhamcomplexGujaratFirstpolicereputationRobberysensationalstake
Next Article