Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોંઘવારીનો વધુ એક માર, RBIએ રેપો રેટમાં 0.40 ટકા વધારો કર્યો, તમામ લોન મોંઘી થશે અને હપ્તા પણ વધશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી. RBI દ્વારા રેપો રેટમાં 0.40%નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રેપો રેટ 4 ટકાથી વધીને 4.40 ટકા થયો છે. આ પહેલા RBIએ 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.લોન મોંઘી થશે અને હપ્તા વધશેઆરબીઆઈના રેપો રેટમાં ફેરફારથી બેંકો માટે લોન પરના વ્યાજ દરમાં વધારો કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રેપો રેટ વધવાથી આગàª
09:48 AM May 04, 2022 IST | Vipul Pandya
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી. RBI દ્વારા રેપો રેટમાં 0.40%નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રેપો રેટ 4 ટકાથી વધીને 4.40 ટકા થયો છે. આ પહેલા RBIએ 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.
લોન મોંઘી થશે અને હપ્તા વધશે
આરબીઆઈના રેપો રેટમાં ફેરફારથી બેંકો માટે લોન પરના વ્યાજ દરમાં વધારો કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રેપો રેટ વધવાથી આગામી દિવસોમાં તમારી હોમ, કાર સહિતની તમામ લોન મોંઘી થશે. સાથે જ લોનની EMI વધશે. આ પહેલા ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠક (MPC)માં RBI દ્વારા સતત 11મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નહોતો આવ્યો.
શક્તિકાંત દાસે શું કહ્યું?
આરબીઆઈ ગવર્નરે પોતાના સંબોધનમાં કહ્યું વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે. અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ ચાલુ છે. સતત વધી રહેલી મોંઘવારી ચિંતાજનક છે. યુદ્ધને કારણે ફુગાવો અને વૃદ્ધિની આગાહી બદલાઈ ગઈ છે. માર્ચ 2022માં છૂટક મોંઘવારીમાં તીવ્ર વધારો થયો છે. જે 7 ટકા પર પહોંચ્યો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ શેરબજારમાં પણ વેચવાલી વધી છે.
શું અસર થશે?
RBI તરફથી રેપો રેટ વધારવાની અસર બેંકોના કરોડો ગ્રાહકોને થશે. કેન્દ્રીય બેંક દ્વારા રેપો રેટમાં વધારો કરવાથી બેંકો ગ્રાહકોને આપવામાં આવતી લોન મોંઘી કરશે. વ્યાજ દર વધવાની અસર EMI પર પડશે. RBIના વ્યાજદરમાં વધારાની અસર હવે તમારી લોન EMI પર પણ પડશે. જો બેંકો પણ ગ્રાહકો માટે આ 0.4%નો વધારો કરો છો, તો 50 લાખની લોન લેનાર વ્યક્તિના EMI પર દર મહિને 1196 રૂપિયાનો વધારો થશે. આ વધારાને આ રીતે પણ સમજી શકો છો કે ધારો કે તમે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની લોન લીધી છે. 6.7 ટકાના દરે તમારો હપ્તો 37,870 રુપિયા છે. તેવામાં જો તમારી બેંક પણ આ વધારો કરે છે, તો તમારી લોનનો દર વધીને 6.95% થઈ જશે. આ રીતે તમારો હપ્તો વધીને 39,066 થઈ જશે. દર મહિને તમારા ખિસ્સામાંથી 1196 રૂપિયા વધારે કપાશે.
રેપો રેટ શું છે?
RBI દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી ઊંચા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરે પર વ્યાજ દર વધશે, જેની સીધી અસર તમારા EMI પર પડશે.
Tags :
EMIGujaratFirstInflationRBIRBIGovernorreporateShaktikantaDas
Next Article