Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીઓમાં શું થશે અને પ્રજા કોને સત્તા ઉપર બેસાડશે તે તો સવાલ છે !

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. જાતજાતની સાચી-ખોટી વાતો અને અફવાઓ વચ્ચે આ વખતે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે ગુજરાતમાં પ્રવાસ કરી આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રતિબદ્ધ છે તેવો હુંકાર ભર્યો હતો.કેજરીવાલના પ્રવાસથી રોમાંચ જોવા મળી રહ્યો છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સામાન્ય રીતે ગુ
ચૂંટણીઓમાં શું થશે અને પ્રજા કોને સત્તા ઉપર બેસાડશે તે તો સવાલ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. જાતજાતની સાચી-ખોટી વાતો અને અફવાઓ વચ્ચે આ વખતે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે ગુજરાતમાં પ્રવાસ કરી આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રતિબદ્ધ છે તેવો હુંકાર ભર્યો હતો.કેજરીવાલના પ્રવાસથી રોમાંચ જોવા મળી રહ્યો છે. 
ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સામાન્ય રીતે ગુજરાતમાં બે જ પક્ષો વચ્ચે હરીફાઇ ચાલી છે અને કોઈ પણ નવા પક્ષ અને કહો કે ત્રીજા પક્ષને સફળતા મળી નથી. એ જોતાં આમ આદમી પાર્ટીનો આ હુંકાર કેટલે અંશે સફળ થશે તે તો આવનારો સમય જ કહેશે.
અલબત્ત હમણાં જ વીતી ગયેલી ચૂંટણીઓમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચમત્કારિક રીતે વિજય મેળવીને આપણને સૌને એવું માનવા માટે મજબૂર કર્યા છે કે આમ આદમી પાર્ટી ધીરે ધીરે દિલ્હીની સરહદોની બહાર પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરવા તરફ બહુ ઝડપથી આગળ વધી રહી છે.
એક આંદોલનમાંથી જનમેલી  આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક આગવી છાપ ઉભી કરવામાં સફળતા મેળવી, એ પછી પોતાની પાર્ટીને મજબૂત કરીને દિલ્હીની બહાર પણ પંજાબ જેવા એક મજબૂત રાજ્યમાં વિજય પ્રાપ્ત કરીને આમ આદમી પાર્ટી માત્ર પ્રાદેશિક પક્ષ નથી એવી એક હવા ઊભી કરી.
બીજી બાજુ ગુજરાતમાં અને આમ તો આખા રાષ્ટ્રમાં કોંગ્રેસ જેવા સૌથી જૂના માતબર પક્ષને જે રીતે વેરવિખેર થતો આપણે જોઈ રહ્યા છીએ તે જોતા એક વિકલ્પની શોધ કદાચ આમ આદમી પાર્ટીમાં પૂરી થતી પ્રજાને દેખાય તો નવાઇ નહીં.
કેજરીવાલના  આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સંમેલનથી ગુજરાતના રાજકારણમાં એક નવોજ ગરમાવો આવ્યો છે અને ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષના નેતાઓ પણ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ન વધે અને ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો ન થાય તે માટે સક્રિય થયા હોય તેવા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાત ભાજપ માટે એક પ્રયોગશાળા સમાન રાજ્ય રહ્યું છે. સાચું કહીએ તો દિલ્હીની ગાદી ઉપર ભાજપને મળેલી ભવ્ય સફળતાના મૂળમાં પણ ગુજરાત રહ્યું છે, એટલા માટે થઈને પણ ભારતીય જનતા પક્ષે આમ આદમી પાર્ટીના આ હુંકારથી ચેતી જવું પડ્યું હોય એવા સંકેતો ક્ષિતિજ ઉપર દેખાઈ રહ્યા છે.
ચૂંટણીઓમાં શું થશે અને પ્રજા કોને સત્તા ઉપર બેસાડશે તે તો સવાલ છે, પણ આજના દિવસે એટલું જરૂર જોઈ શકાય છે કે  કેજરીવાલ અને તેમના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં કેજરીવાલના આદિવાસી વિસ્તારમાંની સભાથી એક નવો જ જોમ, જુસ્સો અને  આમ આદમી પાર્ટી માટે સ્ટેજ ઉપર એક નવું આશાનું કિરણ ઝળહળતું દેખાઈ રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.