Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાન સહિતના ઇસ્લામિક દેશોનો પ્રસ્તાવ યુએનમાં પાસ, ભારત અને ફ્રાન્સે કર્યો વિરોધ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(યુએન)ની અંદર મંગળવારે એક પ્રસ્તાવ પાસ થયો છે. ઇસ્લામોફોબિયા સામે લડવા માટે 15 માર્ચને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા દિવસની ઘોષણા પર ભારતે યુએનમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મો સામે પણ ફોબિયા વધી રહ્યો છે. તેવામાં કોઇ એક ધર્મ વિશેષ સામે જ ફોબિયાને એવી રીતે ર
પાકિસ્તાન સહિતના ઇસ્લામિક દેશોનો પ્રસ્તાવ યુએનમાં પાસ  ભારત અને ફ્રાન્સે કર્યો વિરોધ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(યુએન)ની અંદર મંગળવારે એક પ્રસ્તાવ પાસ થયો છે. ઇસ્લામોફોબિયા સામે લડવા માટે 15 માર્ચને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા દિવસની ઘોષણા પર ભારતે યુએનમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મો સામે પણ ફોબિયા વધી રહ્યો છે. તેવામાં કોઇ એક ધર્મ વિશેષ સામે જ ફોબિયાને એવી રીતે રજી કરવામાં આવી રહ્યો છે કે તેને આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવો પડે. ભારત સિવાય ફ્રાંસે પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. ફ્રાંસે આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ ઠરાવ કોઈ ચોક્કસ ધર્મને પસંદ કરીને ધાર્મિક અસહિષ્ણુતા સામેની જે લડાઈ છે તેનું વિભાજન કરશે.
ઇસ્લામિક દેશો દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો
193 સભ્યની યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 15 માર્ચના દિવસને ઈસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવાની વાત કરી હતી. આ પ્રસ્તાવ જે દેશો દ્વારા રજૂ કરાયો હતો તેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાન, ઇરાક, જોર્ડન, કઝાકિસ્તાન, કુવૈત, કિર્ગિસ્તાન, લેબનોન, લિબિયા, મલેશિયા, માલદીવ, માલી, કતાર, સાઉદી અરેબિયા, તુર્કી, તુર્કમેનિસ્તાન, યુગાન્ડા, સંયુક્ત અરબ અમીરાત, ઉઝબેકિસ્તાન અને યમનનો સમાવેશ થાય છે. 
ભારતે શું કહ્યું?
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ભારત માને છે કે જે પ્રસ્તાવ પસાર થયો છે તે કોઇ ઉદાહરણ સ્થાપિત નથી કરતો. ભારત તરફથી તેમણે યુએનમાં કહ્યું કે આ સાથે જ અન્ય ઘણા ધર્મો સાથે જોડાયેલા ફોબિયાના પ્રસ્તાવો પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આવશે અને સંયુક્ત રાષ્ટ્રને પણ વિવિધ ધાર્મિક શિબિરોમાં વહેંચવામાં આવશે.  તેમણે કહ્યું ‘હિન્દુ ધર્મના 1.2 અબજથી વધુ અનુયાયીઓ છે, બૌદ્ધ ધર્મના 53.5 કરોડથી પણ વધારે અને શીખ ધર્મના 3 કરોડ જેટલા અનુયાયી વિશ્વમાં છે. ત્યારે હવે સમય આવી ગયો છે કે આપણે ધાર્મિક આધાર પર ફોબિયાને સ્વીકારવી લેવો જોઈએ અને કોઈ એક ધર્મ સામે ફોબિયા વિશે વાત ન કરવી જોઈએ.  
તેમણે વધુમાં કહ્યું કે ‘આવા પ્રસ્તાવ આપણને શાંતિ અને સદ્ભાવનાના મંચ ઉપર એકસાથે લાવવાના અને વિશ્વને એક પરિવાર તરીકે ગણવાના બદલે વિભાજિત કરશે.’ ડ્રાફ્ટ ઠરાવ પસાર થયા પછી તિરુમૂર્તિએ કહ્યું કે ભારત યહૂદી વિરોધી, ક્રિશ્ચિયનફોબિયા અથવા ઇસ્લામોફોબિયા દ્વારા પ્રેરિત તમામ કૃત્યોની નિંદા કરે છે અને આ ફોબિયા ફક્ત આ ધર્મો પૂરતો મર્યાદિત નથી.
Advertisement

તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સભ્ય દેશોએ એ ન ભૂલવું જોઈએ કે 2019માં જ નક્કી કરવામાં આવ્યું છે કે 22 ઓગસ્ટને ધાર્મિક હિંસાનો ભોગ બનેલા લોકો સાથે આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને તેમાં તમામ ધર્મના લોકો સામેલ થશે. આપણે 16 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસની પણ ઉજવણી કરીએ છીએ. અમે એ વાત સાથે સહમત નથી કે કોઈ ધર્મ પ્રત્યે ફોબિયાને એવી રીતે રજૂ કરવામાં આવે કે તેના માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાની જરૂર પડે.
Tags :
Advertisement

.