Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બગસરા માર્કેટ યાર્ડમાં ચણા ખરીદવાની પ્રક્રિયા બંધ કરવી પડી, જાણો કેમ

બગસરા માર્કેટ યાર્ડમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાની ખરીદી શરૂ કરાઈ છે. સરકાર ટેકાના ભાવે ચણા ખરીદી કરે છે પણ આગોતરા આયોજનના અભાવે ટેકાના ભાવના બારદાન ખૂટી જતા ખેડૂતોને ચણા ખરીદવાની પ્રક્રિયાઓ બંધ કરવી પડી છે. ચણા વેચવા આવતા ખેડૂતોનો ભારે ઘસારો જોવા મળ્યો પણ બારદાન પણ ખૂટી પડ્યા હતા અને ખેડૂતો નિરાશ થયા હતા.રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરતા બગસરા માર્કેટિંગ યાર્
09:22 AM Apr 26, 2022 IST | Vipul Pandya
બગસરા માર્કેટ યાર્ડમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાની ખરીદી શરૂ કરાઈ છે. સરકાર ટેકાના ભાવે ચણા ખરીદી કરે છે પણ આગોતરા આયોજનના અભાવે ટેકાના ભાવના બારદાન ખૂટી જતા ખેડૂતોને ચણા ખરીદવાની પ્રક્રિયાઓ બંધ કરવી પડી છે. ચણા વેચવા આવતા ખેડૂતોનો ભારે ઘસારો જોવા મળ્યો પણ બારદાન પણ ખૂટી પડ્યા હતા અને ખેડૂતો નિરાશ થયા હતા.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરતા બગસરા માર્કેટિંગ યાર્ડમા ટીમલા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે. ટેકાના ભાવે ચણા વેચવામાં ખેડુતોનો ભારે ઘસારો જોવા મળ્યો બારદાનની પણ ઘટ જોવા મળી રહી છે ત્યાંરે 3352 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યુ છે જેની સામે આશરે 2600 ખેડૂતોને મેસેજ મોકલાયા હતા. 2000 ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચાણ પૂર્ણ કરતાં 75000 હજાર જેવા બારદાન ટેકાના ભાવે ચણાની ખરીદી કરી ભરાઇને ગોડાઉન સુધી પહોંચી ગયા છે.
ખેડૂતોએ વેચાણ કરેલ તેનુ પેમેન્ટ પણ ઘણા ખેડૂતોને મળી ગયુ છે. સરકાર દ્વારા 90 દિવસ સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાયું છે, જેમાં 52 દિવસ જેવો સમય પુર્ણ થયો છે ત્યારે બાકી રહેલા તમામ ખેડુતોને પણ ટેકાને ચાણાની ખરીદી કરી લેવામાં આવશે. કોઈ ખેડૂત વંચિત ન રહે તેની પણ ખાસ તકેદારી લેવામા આવી રહી છે પણ બારદાન ન અભાવે બગસરા, સાવરકુંડલા માં ટેકાના ભાવના ચણાની ખરીદી બંધ કરવામાં આવી છે 
Tags :
AmrelibagasarGujaratFirstmarketyard
Next Article