Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેનાની ત્રણેય પાંખની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું, FIRમાં જો નામ હશે તો અગ્નિવીર નહીં બની શકો

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને ભારે હંગામો થઇ રહ્યો છે. દેશભરના યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, રવિવારે અગ્નિપથ યોજનાને લઈને ત્રણેય સેનાઓ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં આ યોજનાના લાભો જણાવવામાં આવ્યા હતા. અગ્નિપથ સ્કીમને પરત ખેંચવાનો સેનાએ ઇન્કાર કર્યો છે. સેનાની ત્રણેય પાંખ દ્વારા યોજાયેલી પ્રેસ કેન્ફરન્સમાં કહેવાયું હતું કે અગ્નિ
સેનાની ત્રણેય પાંખની પ્રેસ કોન્ફરન્સ  કહ્યું  firમાં જો નામ હશે તો અગ્નિવીર નહીં બની શકો
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને ભારે હંગામો થઇ રહ્યો છે. દેશભરના યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, રવિવારે અગ્નિપથ યોજનાને લઈને ત્રણેય સેનાઓ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં આ યોજનાના લાભો જણાવવામાં આવ્યા હતા. 
અગ્નિપથ સ્કીમને પરત ખેંચવાનો સેનાએ ઇન્કાર કર્યો છે. સેનાની ત્રણેય પાંખ દ્વારા યોજાયેલી પ્રેસ કેન્ફરન્સમાં કહેવાયું હતું કે અગ્નિપથ યોજનાને પરત નહીં ખેંચાય. એક મહત્વપૂર્ણ નિવેદનમાં સેનાએ કહ્યું કે એફઆઇઆરમાં જો નામ હશે તો અગ્નિવીર નહી બની શકો. સેનાએ એમ પણ કહ્યું કે કોચિંગ ઇન્સ્ટીટયુટ વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહી છે. લે.જનરલ અનિલપુરીએ કહ્યું કે વિદ્યાર્થીઓએ હિંસા અને પ્રદર્શનમાં ભાગ ના લેવો જોઇએ. 
સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે આ સુધારા ઘણા સમય પહેલા થવાના હતા. આ કામ 1989માં શરૂ થયું હતું. અમારી ઈચ્છા હતી કે આ કામ શરૂ થાય, તેના પર સતત કામ ચાલતું હતું. જેમાં કમાન્ડિંગ ઓફિસરની ઉંમર ઘટાડવામાં આવી હતી. આવા ઘણા ફેરફારો કરાયા હતા.
ત્રણેય સેનાઓની આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે અમને યુવા પ્રોફાઇલ જોઈએ છે. તમે બધા જાણો છો કે 2030માં આપણા દેશમાં 50 ટકા લોકો 25 વર્ષથી ઓછી ઉંમરના હશે. શું સારું લાગે છે કે જે સેના દેશની રક્ષા કરી રહી છે તેની ઉંમર 32 વર્ષની હોવી જોઈએ?  આ વિશે ઘણા લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશી દેશોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે તમામ દેશોમાં 26, 27 અને 28 વર્ષની વયે હોવાનું જોવામાં આવ્યું હતું. ભરતી માટે ત્રણથી ચાર રસ્તા છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે બહાર નીકળી શકે છે. તે દેશોમાં પણ એવા જ પડકારો છે જે આપણા યુવાનોની સામે છે.
સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે યુવાનોમાં જોશ વધુ છે. પણ આ સાથે હોશની પણ જરૂર છે. કોન્સ્ટેબલને જોશ ગણવામાં આવશે, ત્યારબાદ કોન્સ્ટેબલથી ઉપરના તમામ લોકો હોશ વાળી શ્રેણીમાં આવે છે. આપણે ઈચ્છીએ છીએ કે જુસ્સો અને હોશ સમાન હોવો જોઈએ. 
ત્રણેય સેનાઓની આ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું કે ત્રણેય સેનાના સૈનિકો વહેલી પેન્શન લઈ રહ્યા છે. 35 વર્ષની ઉંમરે હજારો જવાન નીકળી જાય છે. આજ સુધી અમે એ નથી કહ્યું કે બહાર જઈને તેઓ શું કામ કરે છે. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે આજે ટેન્ક કોઈ માણસ નહીં પણ ડ્રોન ચલાવે છે. આ માટે વિવિધ પ્રકારના લોકોની જરૂર છે. તે ભારતનો યુવા છે, કારણ કે તેનો જન્મ ટેકનોલોજી સાથે થયો હતો. તે ગામમાંથી આવે છે.  70 ટકા જવાન ગામડાઓમાંથી આવે છે, તો આપણે તેમને જોઈને તમામ નિર્ણયો લેવા પડશે. તેઓને ત્યાં ખેતરો છે અથવા કોઈ નાનો મોટો ધંધો છે. અમે ઉંમરમાં કોઇ બદલાવ કર્યો નથી.
સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક સેવા નિધી યોજના છે, જેમાં અગ્નિવીરનું યોગદાન 5 લાખ છે, સરકાર તેના વતી 5 લાખ આપશે. તેમના તમામ ભથ્થા સરખા હશે. તેમની અને સૈનિકોમાં કોઈ ફરક રહેશે નહીં. કારણ કે તે અમારી સાથે લડશે. એવી કોઈ શક્યતા નથી કે આપણે તેને ઓછો આંકીએ. જો તમે સેનામાં શહીદ થશો તો તમને 1 કરોડનો વીમો મળશે. જેના પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં.
આ પ્રેસ કોન્ફરન્સમાં ડીએમએના એડિશનલ સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી અને ત્રણેય સેવાઓના એચઆર વડાઓ હાજર હતા. આર્મી તરફથી લેફ્ટનન્ટ જનરલ સી.પી પોનપા, એરફોર્સમાંથી એર ઓફિસર પર્સનલ એર માર્શલ એસ.કે ઝા અને નેવીના વાઇસ એડમિરલ ડી.કે ત્રિપાઠીનો સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.