Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જીમમાં વર્કઆઉટ માટે આવેલા શખ્સનું માત્ર 3 સેકન્ડમાં મોત, Video

આજના સમયમાં લોકો બોડી બિલ્ડિંગમાં વધુ માને છે. લોકો પોતાને ફિટ રાખવા તથા તંદુરસ્ત રહેવા માટે જીમમાં ખૂબ જ એક્સરસાઈઝ કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વધુ પડતી કસરતના કારણે લોકોને હાર્ટ એટેક આવતા હોવાના સમાચાર ખૂબ સામે આવતા રહ્યા છે. તાજતેરમાં પણ કઇંક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યા મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેસ્ટ્રોરન્ટના માલિકને જીમ કરતા દરમિયાન અચાનક હાર્ટ એટેક આવ્યો હ
જીમમાં વર્કઆઉટ માટે આવેલા શખ્સનું માત્ર 3 સેકન્ડમાં મોત  video
Advertisement
આજના સમયમાં લોકો બોડી બિલ્ડિંગમાં વધુ માને છે. લોકો પોતાને ફિટ રાખવા તથા તંદુરસ્ત રહેવા માટે જીમમાં ખૂબ જ એક્સરસાઈઝ કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વધુ પડતી કસરતના કારણે લોકોને હાર્ટ એટેક આવતા હોવાના સમાચાર ખૂબ સામે આવતા રહ્યા છે. તાજતેરમાં પણ કઇંક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યા મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેસ્ટ્રોરન્ટના માલિકને જીમ કરતા દરમિયાન અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જીમમાં આ ઘટનાની CCTV ફૂટેજ સામે આવી છે. આ વીડિયો મુજબ શખ્સ માત્ર 2થી 3 સેકન્ડમાં જ મોતને ભેટી જાય છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક હોટલ માલિક જીમમાં પ્રવેશ કરે છે અને તે વર્કઆઉટ કરવા માટે પોતાનો શર્ટ ઉતારવાનો પ્રયત્ન કરે છે તે પછી તેને હાર્ટ એટેક આવે છે અને તે જમીન પર ઢળી પડે છે. 
વિજય નગર પોલીસ સ્ટેશનના પ્રભારીએ શખ્સની મોતની કરી પુષ્ટી
મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત થયું હતું. મહત્વનું છે કે, એક હોટેલ માલિક પ્રકાશ રઘુવંશી અહીં એક જીમમાં કસરત કરવા ગયા હતા, તે દરમિયાન તેમને અચાનક જ છાતીમાં દુખાવો થવા લાગ્યો અને હાંફતા નીચે પડી ગયા. આ પછી, તેમણે માત્ર થોડી સેકંડમાં પોતાનો જીવ ગુમાવ્યો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે, હોટલ માલિકને પડી ગયા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે, વિજય નગર પોલીસ સ્ટેશનના પ્રભારી રવિન્દ્ર ગુર્જરે જીમમાં હાર્ટ એટેકના કારણે રઘુવંશીના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ વેપારીના સંબંધીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી.
શું કહે છે જીમના ટ્રેનર?
જોકે, પ્રદીપ રઘુવંશીના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોતા ખબર પડે છે કે તેઓ જીમમાં નિયમિત કસરત કરતા હતા અને આ દરમિયાન તે વજન પણ ઉપાડતા હતા. તેમના જીમના એક ટ્રેનરે જણાવ્યું કે ગુરુવારે 10 મિનિટના 'વોર્મ-અપ' વર્કઆઉટ પછી રઘુવંશીને હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈને જમીન પર પડી ગયા. ઉલ્લેખનીય છે કે, જીમમાં વર્કઆઉટ દરમિયાન દેશભરમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈન્દોરની આ ઘટના ખરેખર હૃદયદ્રાવક છે. નોંધપાત્ર રીતે, પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવ જીમમાં કસરત કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમનું મૃત્યુ પણ હાર્ટ એટેકના કારણે થયું હતું. તેઓ લગભગ 42 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. પરંતુ 21 સપ્ટેમ્બર 2022 ના રોજ તેમણે આ દુનિયાને હંમેશા માટે છોડી દીધી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×