Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SVPI એરપોર્ટ પર નવી બેગેજ સિસ્ટમ ટૂંક સમયમાં સંપૂર્ણ થશે કાર્યરત

અમદાવાદમાં (Ahmedabad)07 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI Airport)પર તાજેતરમાં અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તો ઘણા ચાલુ કામો પૂરા થવાના આરે છે. તાજેતરમાં ઉમેરવામાં આવેલી અત્યાધુનિક ઇનલાઇન બેગેજ સ્ક્રીનીંગ સિસ્ટમ (Baggage system) ઈન્ટીગ્રેશનની ખૂબ નજીક છે. થોડા સમય અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક જ દિવસમાં 32,000 મુસાફરોની (Passengers)અવરજવરને પાર
svpi એરપોર્ટ પર નવી બેગેજ સિસ્ટમ ટૂંક સમયમાં  સંપૂર્ણ થશે કાર્યરત
અમદાવાદમાં (Ahmedabad)07 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI Airport)પર તાજેતરમાં અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તો ઘણા ચાલુ કામો પૂરા થવાના આરે છે. તાજેતરમાં ઉમેરવામાં આવેલી અત્યાધુનિક ઇનલાઇન બેગેજ સ્ક્રીનીંગ સિસ્ટમ (Baggage system) ઈન્ટીગ્રેશનની ખૂબ નજીક છે. થોડા સમય અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક જ દિવસમાં 32,000 મુસાફરોની (Passengers)અવરજવરને પાર કરી ગઈ હતી, જેમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરના એરપોર્ટેથી 30 સ્થળો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ નેટવર્ક કનેક્ટિવિટીમાં વધારો કર્યો છે. નવી એરલાઇન્સ પણ અમદાવાદથી સંચાલન કરવાનું પસંદ કરતી હોવાથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
સમયાંતરે મળેલા મુસાફરોના સૂચનોના આધારે છેલ્લા કેટલાક મહિનાઓથી બેગેજ સ્ક્રીનીંગ સિસ્ટમને અપગ્રેડ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરો અને હિતધારકોના સહયોગથી તે સિસ્ટમ એકીકરણ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત થશે. પેસેન્જરોની સુવિધા માટે પ્રોસેસિંગ સમયને વધુ અસરકારક બનાવવા માટે બેગેજ હેન્ડલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાની પહેલ કરવામાં આવી છે.નવી સિસ્ટમ માત્ર પ્રોસેસિંગ સમયને અસરકારક બનાવશે, એટલું જ નહીં પરંતુ સીમલેસ મુસાફરીના અનુભવમાં વધારો કરશે. બે નવા કેરોસલ્સ બેગેજ હેન્ડલિંગમાં સરળતા વધારશે.
SVPI એરપોર્ટ પર તાજેતરમાં ડોમેસ્ટિક ડિપાર્ચરની બહાર નવી ડ્રોપ-ઓફ લેન શરૂ કરવામાં આવી છે. વળી નવા અરાઇવલ હોલનું કામ પૂર્ણતાના આરે હોવાથી તે ટૂંક સમયમાં જ પેસેન્જર્સની સરળતા અને બહેતર અનુભવ માટે કાર્યરત થશે.
Advertisement
Tags :
Advertisement

.