દેશના આ રાજ્યોમાં ચોમાસું તેનું ડરામણું સ્વરૂપ બતાવી રહ્યું છે, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. દેશમાં ક્યાક ભારે તો ક્યાક અતિભારે વરસાદ પડી રહ્યો છે. વળી ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યા વરસાદ થોડો પડ્યો છે. જે જગ્યાએ સતત વરસાદ પડી રહ્યો છે તેવી અનેક જગ્યાએ લોકોની મુશ્કેલીઓ પણ વધી છે અને અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. જોકે, હજુ પણ ઘણી જગ્યાએ આકરી ગરમીથી લોકો પરેશાન છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં એલર
Advertisement
ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. દેશમાં ક્યાક ભારે તો ક્યાક અતિભારે વરસાદ પડી રહ્યો છે. વળી ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યા વરસાદ થોડો પડ્યો છે. જે જગ્યાએ સતત વરસાદ પડી રહ્યો છે તેવી અનેક જગ્યાએ લોકોની મુશ્કેલીઓ પણ વધી છે અને અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે.
જોકે, હજુ પણ ઘણી જગ્યાએ આકરી ગરમીથી લોકો પરેશાન છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરીને આજથી આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગોવા સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. IMD એ મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર સહિત અન્ય ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા દક્ષિણી રાજ્યોમાં ચોમાસું તેનું ડરામણું સ્વરૂપ બતાવી રહ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે, પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઈ છે.
વળી, રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વરસાદનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે, છેલ્લા બે દિવસથી દિલ્હીમાં લોકોને ગરમીમાંથી ચોક્કસ છુટકારો મળ્યો છે. દિલ્હી-એનસીઆરમાં આકાશ વાદળછાયું છે અને પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે લોકોએ કાળઝાળ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો છે. વળી, હવામાન વિભાગે આજે એટલે કે 10 જુલાઈએ એક મોટી જાહેરાત કરી છે. IMD અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 24 કલાકમાં દિલ્હી NCRમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
જ્યારે, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં હળવો કે મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે જ હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે ગુજરાત, કોંકણ અને ગોવા જેવા દક્ષિણી રાજ્યોના કેટલાક ભાગો, કર્ણાટક પછી, વિદર્ભમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. IMDએ કહ્યું, 'અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમજ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સક્રિય દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પ્રભાવ હેઠળ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે કહ્યું કે, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
આ પણ વાંચો - 16 રાજ્યોમાં ચોમાસું તબાહી મચાવશે, અમરનાથ દુર્ઘટના બાદ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Advertisement