નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો શરૂ થઇ ગયો છે, ના ચુકતા આ કામ !
માર્ચ મહિનો ફાઇનાન્શીયલ મેનેજમેન્ટની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. માર્ચ મહિનામાં અનેક પ્રકારની ડેડ લાઈન હોય છે. 31 માર્ચ, 2022 ના રોજ બેંકિંગ અને ટેક્સ સંબંધિત ઘણી ડેડલાઇન છે. આમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ (PAN કાર્ડ-આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ)નો પણ સમાવેશ થાય છે.માર્ચ મહિનો ચાલી રહ્યો છે. તે કોઈપણ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે. આ મહિનાàª
Advertisement

માર્ચ મહિનો ફાઇનાન્શીયલ મેનેજમેન્ટની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. માર્ચ મહિનામાં અનેક પ્રકારની ડેડ લાઈન હોય છે. 31 માર્ચ, 2022 ના રોજ બેંકિંગ અને ટેક્સ સંબંધિત ઘણી ડેડલાઇન છે. આમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ (PAN કાર્ડ-આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ)નો પણ સમાવેશ થાય છે.
માર્ચ મહિનો ચાલી રહ્યો છે. તે કોઈપણ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં બેંકિંગ અને ટેક્સ સિસ્ટમ સંબંધિત ઘણી ડેડ લાઇન છે. જો તમે આ સમયમર્યાદા સુધી ટેક્સ અને બેંક સંબંધિત વિવિધ કામો નહીં કરો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલો જાણીએ આજે એ તમામ બાબતો જેની સમય મર્યાદા 31 માર્ચે સમાપ્ત થઈ રહી છે:
1. આધાર-પાન લિંક કરવાની સમય મર્યાદા:
આધાર સાથે PAN (સ્થાયી ખાતું નંબર) લિંક કરવાની અંતિમ તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે. હવે આ કામની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 છે. જો કોઈ વ્યક્તિ આ તારીખ સુધીમાં તેના PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેનું PAN કાર્ડ અમાન્યથઈ જશે. આના કારણે તમને રૂપિયા પૈસા સાથે જોડાયેલી અનેક બાબતોમાં મુશ્કેલી આવી શકે છે.
2. બાકી રહેલ રિટર્ન અથવા રીવાઇઝ્ડ ITR:
જો તમે નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શક્યા નથી, તો તમે 31 માર્ચ, 2022 સુધી 'બાકી રહેલ રિટર્ન' ફાઇલ કરી શકો છો. જો કે, ફાઇનાન્સ એક્ટ, 2017 મુજબ, વિલંબિત રિટર્ન ફાઇલ કરવા માટે તમને ઘણો ખર્ચ થઈ શકે છે. આ અધિનિયમ અનુસાર, જો તમે નિર્ધારિત સમય મર્યાદા પછી તમારું રિટર્ન ફાઇલ કરશો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. સાથે સાથે જો આવકવેરા રિટર્ન ભરવામા કંઈ પણ ચૂકી ગયા હોય, તો તમે તેને 31 માર્ચ, 2022 સુધીમાં સુધારી શકશો.
3. એડવાન્સ ટેક્સ પેમેન્ટ માટેની છેલ્લી તારીખ:
જો આવક કરદાતાની કર જવાબદારી 10,000 રૂપિયાથી વધુ હોય, તો તે એડવાન્સ ટેક્સ જમા કરી શકે છે. તેની સમયમર્યાદા 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ છે. આવી સ્થિતિમાં, જો તમે આ કાર્યક્ષેત્રમાં આવો છો, તો તમારે 15 માર્ચ, 2022 સુધીમાંએડવાન્સ ટેક્સ જમા કરાવવો જોઈએ.
4. બેંક એકાઉન્ટ KYC અપડેટઃ
બેંક એકાઉન્ટમાં KYC અપડેટ કરવું એ આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. તેની અંતિમ તારીખ અગાઉ 31 માર્ચ, 2021 હતી. જો કે, કોવિડ-19ને કારણે, બેંક રેગ્યુલેટર આરબીઆઈએ બેંક ખાતાઓમાં KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 સુધી લંબાવી છે. જો તમે 31 માર્ચ, 2022 સુધીમાં બેંક સાથે તમારું KYC અપડેટ નહીં કરો, તો બેંક તમારું એકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે.
5. ટેક્સ બચાવવા માટે રોકાણ:
જો તમે નાણાકીય વર્ષ 2021-22માં આવકવેરો બચાવવા માંગતા હો, તો તમારે તમારું રોકાણ 31 માર્ચ, 2022 સુધીમાં પૂર્ણ કરવું જોઈએ. જો તમે આ કરી શકતા નથી તો તમે મહત્તમ ટેક્સ બચાવી શકશો નહીં.
Advertisement