Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈન્ડિગોનું વિમાન ટેકઓફ થાય તે પહેલા જ રનવે પરથી ઉતરી ગયું અને...

વિમાનની મુસાફરી દુનિયાની સૌથી સુરક્ષિત હોવાનું કહેવામાં આવે છે. વિમાન ઉડાન ભરે તે પહેલા તેની પૂરી રીતે ચકાસણી કરવામાં આવે છે કે કોઇ ખામી તો નથી. કારણ કે એક સામાન્ય ભૂલ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. તાજેતરમાં ઈન્ડિગોનું એક વિમાન કે જે રનવે પર અટકી ગયું હોવાનું સામે આવી રહ્યું છે.ઈન્ડિગોનું એક વામન એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જોરહાટના રૌà
ઈન્ડિગોનું વિમાન ટેકઓફ થાય તે પહેલા જ રનવે પરથી ઉતરી ગયું અને
વિમાનની મુસાફરી દુનિયાની સૌથી સુરક્ષિત હોવાનું કહેવામાં આવે છે. વિમાન ઉડાન ભરે તે પહેલા તેની પૂરી રીતે ચકાસણી કરવામાં આવે છે કે કોઇ ખામી તો નથી. કારણ કે એક સામાન્ય ભૂલ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. તાજેતરમાં ઈન્ડિગોનું એક વિમાન કે જે રનવે પર અટકી ગયું હોવાનું સામે આવી રહ્યું છે.
ઈન્ડિગોનું એક વામન એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જોરહાટના રૌરિયા એરપોર્ટથી કોલકાતા માટે રવાના થયેલું ઈન્ડિગોનું પ્લેન રનવે પર થોડાક મીટર આગળ જઈને રનવે પરથી ઉતરી ગયું હતું, ત્યારબાદ તેનું ટાયર કિચ્ચડમાં ફસાઈ ગયું હતું. જોરહાટના રૌરિયા એરપોર્ટનો મામલો છે જ્યાં ઈન્ડિગોનું 6E-757 એરક્રાફ્ટ તેના શેડ્યૂલ મુજબ રનવે પર ટેકઓફ કરવા આવ્યું હતું, પરંતુ પ્લેન રનવે પરથી અમુક અંતરે જ ઉતરી ગયું હતું, જ્યારે જોવામાં આવ્યું તો ખબર પડી કે પ્લેનના ટાયર કાદવમાં ફસાઈ ગયા હતા. જેના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઘટનાથી ફ્લાઈટમાં હાજર મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો અને ભયનું વાતાવરણ સર્જાયું હતું.
Advertisement

Tags :
Advertisement

.