Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોટી મઉં દેવપર રોડ પર વેપારી સાથે બનેલી લુટની ઘટનાનો ભેદ ઉકેલાયો

માંડવી તાલુકાના મોટી મઉં  દેવપર  રોડ પર વેપારી સાથે બનેલી લુટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ તા. 31-12ના વેપારી મોટી મઉથી દેવપર પીપરમેન્ટ બિસ્કીટ અને પાન મસાલા દુકાનનો સામાન વહેંચી ટેમ્પો લઈ પરત જતા હતા ત્યારે ચાર અજાણ્યા ઈસમો  બે બાઈક સાથે આવીને ફરિયાદીના ટેમ્પો આગળ રાખી અને છરી બતાવી રોકડ 80,351ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને નàª
02:39 PM Jan 03, 2023 IST | Vipul Pandya
માંડવી તાલુકાના મોટી મઉં  દેવપર  રોડ પર વેપારી સાથે બનેલી લુટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ તા. 31-12ના વેપારી મોટી મઉથી દેવપર પીપરમેન્ટ બિસ્કીટ અને પાન મસાલા દુકાનનો સામાન વહેંચી ટેમ્પો લઈ પરત જતા હતા ત્યારે ચાર અજાણ્યા ઈસમો  બે બાઈક સાથે આવીને ફરિયાદીના ટેમ્પો આગળ રાખી અને છરી બતાવી રોકડ 80,351ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.
આ બનાવમાં ભાવિનભાઈ મણિશંકર નાકર રહેવાસી બાગએ ગઢસીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે વોચ ગોઠવીને આજે માંડવી  મુદ્રા વિસ્તારમાં માંડવીના સમીર ઈબ્રાહીમ કુંભાર, ફૈજલ ગફુરભાઈ મેમણ, ફૈજલ નોષાદભાઈ ભટ્ટી, આસિફ ઓસમાણ કુંભારની ધરપકડ કરવામાં આવી છે તેઓ પાસેથી રોકડ 22,500, બે બાઇક, મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા 20 હજાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - ભચાઉ શહેર નજીક આવેલી લેબર કોલોનીમાં પરપ્રાંતિય શ્રમજીવીનું મોત થતા મર્ડરની આશંકા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeNewsGujaratFirstKutchpoliceRobbery
Next Article