ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફાઈનલ જીતનારી ટીમ પર ICC કરશે ધનવર્ષા, રનર્સ અપ પણ બનશે કરોડપતિ

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઈ રહ્યો છે. 16 ઓક્ટોબરથી શરૂ થનારી આ મોટી ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે. વળી, ICC એ T20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમ (Prize Money) ની જાહેરાત કરી છે. આ વખતે વર્લ્ડ કપ (World Cup) નો ખિતાબ જીતનાર ટીમને 1.6 મિલિયન યુએસ ડોલર એટલે કે 13 કરોડ રૂપિયાથી વધુની ઈનામી રકમ મળવાની છે. જ્યારે ટૂર્નામેન્ટમાં હારનાર ટીમને પણ લાખો અને કરોડો રૂપિયા આપવામાં આવશે. તો ચà
09:34 AM Sep 30, 2022 IST | Vipul Pandya
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઈ રહ્યો છે. 16 ઓક્ટોબરથી શરૂ થનારી આ મોટી ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે. વળી, ICC એ T20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમ (Prize Money) ની જાહેરાત કરી છે. આ વખતે વર્લ્ડ કપ (World Cup) નો ખિતાબ જીતનાર ટીમને 1.6 મિલિયન યુએસ ડોલર એટલે કે 13 કરોડ રૂપિયાથી વધુની ઈનામી રકમ મળવાની છે. જ્યારે ટૂર્નામેન્ટમાં હારનાર ટીમને પણ લાખો અને કરોડો રૂપિયા આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ વખતે કોને કેટલી ઈનામી રકમ મળશે.
ફાઈનલ મેચ 13 નવેમ્બરે યોજાશે 
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આગામી T20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમ (Prize Money) ની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે આ વખતે વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. આઠ ટીમો 16 થી 21 ઓક્ટોબર દરમિયાન ક્વોલિફાયર રમશે, જેમાંથી ટોચની ચાર ટીમો સુપર 12મા ટોચની આઠ ટીમોમાં સામેલ થશે. ત્યારબાદ 22 ઓક્ટોબરથી સુપર 12 રાઉન્ડ રમાશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે યોજાશે અને આ વખતે જે ટીમ વિશ્વ કપ જીતશે તેને 1.6 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 13 કરોડ 4 લાખ ભારતીય રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

ICCએ ટ્વીટ કરીને આપી માહિતી 
ICC એ ટ્વિટર દ્વારા જણાવ્યું છે કે, T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં જીતનારી ટીમને 1.6 મિલિયન યુએસ ડોલર (13 કરોડ રૂપિયા) આપવામાં આવશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને 6.52 કરોડ રૂપિયા મળશે. લગભગ એક મહિના સુધી ચાલનારી 16-ટીમની ટૂર્નામેન્ટના અંતે, હારનાર સેમિ-ફાઇનલિસ્ટ દરેકને $5.6 મિલિયનના કુલ ઇનામ પૂલમાંથી $400,000 પ્રાપ્ત થશે. જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. 
સુપર-12 સ્ટેજમાં કુલ 12 ટીમો રમશે જેમાંથી 4 ટીમ સેમી ફાઈનલ સ્ટેજમાં જશે. જે 8 ટીમો આ સ્ટેજમાંથી બહાર થઈ જશે તેમને પણ ICC દ્વારા ઈનામ આપવામાં આવશે. આ ટીમોને 70 હજાર ડોલર આપવામાં આવશે, ગત T20 વર્લ્ડ કપમાં આ રકમ 40 હજાર ડોલર હતી.
ICC T20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે
ફાઈનલ ટીમઃ રૂ. 13,05,35,440
ઉપવિજેતા ટીમઃ રૂ. 6,52,64,280
સેમી ફાઇનલિસ્ટ ટીમઃ રૂ. 3,26,20,220
સુપર 12 જીતનાર ટીમ: રૂ. 32,62,022
સુપર 12માથી બહાર નીકળનારી ટીમ: રૂ. 57,08,013
પ્રથમ રાઉન્ડમાં વિજેતા ટીમઃ રૂ. 32,62,022
પ્રથમ રાઉન્ડમાંથી બહાર નીકળનારી ટીમ: રૂ. 32,62,022
ભારતીય ટીમ માત્ર એકવાર જીતી શકે છે T20 વર્લ્ડ કપ 
ભારતીય ટીમના નામે અત્યાર સુધી માત્ર એક જ T20 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ છે. વર્ષ 2007મા જ્યારે T20 વર્લ્ડની શરૂઆત થઈ હતી ત્યારે ભારતે આ ટ્રોફી પ્રથમવાર કબજે કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં ટીમે છેલ્લી ઓવરમાં ખૂબ જ નજીકની મેચ કરી હતી. આ વર્ષે ફરી ટીમને આ ટ્રોફી કબજે કરવાની તક મળશે.
ઉલ્લેખનીય છે કે, ICC T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા સહિત કુલ 8 ટીમો પ્રથમ રાઉન્ડમાં ટકરાશે. આમાંથી 4 ટીમ સુપર 12 માટે ક્વોલિફાય થશે. સુપર 12ની શરૂઆત 22 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચથી થશે. ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આ પણ વાંચો - T20 વર્લ્ડ કપમાં Retro Look માં જોવા મળશે ન્યૂઝીલેન્ડની ટીમ, જુઓ એક ઝલક
Tags :
CricketGujaratFirstICCAnnouncedicct20worldcupICCT20WorldCup2022PrizeMoneyRunnersupSportst20worldcup
Next Article