Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પશ્ચિમ બંગાળના હાવડામાં સતત બીજા દિવસે પણ જૂથ અથડામણ

પશ્ચિમ બંગાળના હાવડામાં પંચાલા બજારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે શનિવારે સતત બીજા દિવસે અથડામણ થઈ હતી. જ્યારે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો ત્યારે પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો હતો. ઉલુબેરિયા સબ-ડિવિઝનમાં CrPCની કલમ 144ને 15 જૂન સુધી લંબાવવામાં આવી છે.શુક્રવારની હિંસાના સંબંધમાં હાવડા પોલીસે ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં 70 લોકોની ધરપકડ કરી છે. દરમિયાન, ભાજપના સાંà
પશ્ચિમ બંગાળના હાવડામાં સતત બીજા દિવસે પણ જૂથ અથડામણ
પશ્ચિમ બંગાળના હાવડામાં પંચાલા બજારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે શનિવારે સતત બીજા દિવસે અથડામણ થઈ હતી. જ્યારે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો ત્યારે પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો હતો. ઉલુબેરિયા સબ-ડિવિઝનમાં CrPCની કલમ 144ને 15 જૂન સુધી લંબાવવામાં આવી છે.
શુક્રવારની હિંસાના સંબંધમાં હાવડા પોલીસે ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં 70 લોકોની ધરપકડ કરી છે. દરમિયાન, ભાજપના સાંસદ અને પશ્ચિમ બંગાળના ભાજપના ઉપાધ્યક્ષ સૌમિત્ર ખાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કેન્દ્રીય દળો તૈનાત કરવા વિનંતી કરતો પત્ર પણ લખ્યો છે. 
ઉલ્લેખનીય છે કે કોલકાતામાં શુક્રવારની નમાજ દરમિયાન નૂપુર શર્માની ધરપકડની માંગ કરતા પોસ્ટરો સાથે સેંકડો લોકો એકઠા થયા હતા. લોકોએ ભાજપના નેતાઓ નુપુર શર્મા અને નવીન જિંદાલના વિવાદાસ્પદ ભાષણોનો વિરોધ કરવા માટે હાવડા જિલ્લામાં અનેક સ્થળોએ વિરોધીઓએ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને રાજ્યમાં ગુરુવારે પણ વિરોધ જોવા મળ્યો હતો. ઘટનાના પગલે રાજ્ય સરકારે શુક્રવારે સાંજે હાવડા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી.
બીજી તરફ શાંતિની અપીલ કરતા રાજ્યપાલ જગદીપ ધનખરે રાજ્યના મુખ્ય સચિવ પાસેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે તાત્કાલિક માહિતી માંગી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી અપેક્ષા છે કે તેઓ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કડક ચેતવણી આપે. 
તેમણે મુખ્ય સચિવને મોકલવામાં આવેલા પત્રની એક નકલ પણ ટ્વિટર પર પોસ્ટ કરી હતી જેમાં ધનખરે કહ્યું હતું કે હાવડામાં ગુરુવારની ઘટના પછી સાવચેતીનાં પગલાં લેવા જોઈએ,  જે જમીન પર દેખાતા નથી.
આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હાવડામાં હિંસક ઘટનાઓ બની રહી છે, જેની પાછળ કેટલાક રાજકીય પક્ષો છે અને તેઓ રમખાણો કરાવવા માંગે છે પરંતુ તેને સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે  ભાજપનું પાપ લોકો ભોગવશે?
Advertisement
Tags :
Advertisement

.